રાજ્યભરમાં ગુરુપૂર્ણિમામાંની કરાઈ ધામધૂમથી ઉજવણી, જાણો વિગતે
Live TV
-
સામાન્ય રીતે આજે સમગ્ર દેશમાં હિન્દૂ ધર્મના મહાપર્વ કહી શકાય એવા ગુરુપૂર્ણિમાના ધાર્મિક પર્વની ઉજવણી થઈ, ગુરુ પૂર્ણિમાએ ભક્તો સંઘો લઇ ગુરુસ્થાનક પહોંચ્યા.
મહેસાણા જિલ્લામાં ગુરુપૂર્ણિમામાંની ધામધૂમથી ઉજવણી
મહેસાણા જિલ્લામાં આજે ગુરુપૂર્ણિમામાંની ધામધૂમથી ઉજવણી જિલ્લાના ગુરુમંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભીડ ઉમટી. ગુરુઓ દ્વારા જીવનમાં ધર્મનું સિંચન કરાય છે. આજે ભક્તો ગુરુ પાસે થી વંદન કરી ગુરુમંત્ર અને આશિષ મેળવશે. વિસનગરના સદુથલા ગામે ગુરુ ઉમેદપુરીના મંદિરે આજે વિશેષ મહિમ. બ્રહ્મલીન ઉમેદપુરી બાપુના મંદિરે મેળાનો માહોલ
ગુરુ પૂર્ણિમાએ ભક્તો સંઘો લઇ ગુરુસ્થાનક પહોંચ્યા. કેસરી ધજાઓ અને તાંબા પિત્તળના ગરબા લઈ ભક્તોએ પદયાત્રા કરી અનેક શ્રદ્ધા અને ગુરુ પર આસ્થા સાથે ભક્તોએ કર્યા ગુરૂવંદન. વિસનગરના નાથજી પંથના આશ્રમ રામદેવપીર મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી. આ મંદિર સાથે આદિત્યનાથ યોગી પણ નાતો જોડાયેલો છે.
ગુરુ એ ઈશ્વર સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ માનવામાં આવે છે અને સમાજ આજે ગુરુજનોના આશીર્વાદ થી ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે ત્યારે આજે એ મહાન સંતો મહંતો ગૃરુજનોનો પર્વ ગુરુપૂર્ણિમાનો મહિમા કાંઈક અલગ જ હોય છે ત્યારે જોઈએ સંતોની જન્મ ભૂમિ વિસનગરના ગુરુ મંદિરો અને આશ્રમોમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી અને મહિમા.
સામાન્ય રીતે આજે સમગ્ર દેશમાં હિન્દૂ ધર્મના મહાપર્વ કહી શકાય એવા ગુરુપૂર્ણિમાના ધાર્મિક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગણાએવા સંતો મહંતોની જન્મભૂમિ વિસનગર ખાતે આવેલ નાથજી પંથ ના આશ્રમ રામદેવપીર મંદિર , શુન્સી સાધના આશ્રમ, બાજીપૂરા ગુરુઆશ્રમ, અને સદુથલા ઉમેદપુરી મહારાજના મંદિરે આજે ભવ્યાતિભવ્ય ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો છે વહેલી સવાર થી ગુરુ દર્શને ભક્તો દોડી આવ્યા છે તો કેટલાક ભક્તો ભાવ અને શ્રદ્ધા પૂર્વ દંડવત પ્રણામ કરતા કરતા તો ક્યાંક પદયાત્રા અને સંઘમાં જોડાઈ ગુરુ દર્શને પહોંચ્યા છે મહત્વનું છે કે આજના આ દિવસે હજ્જારોની સંખ્યામાં ધજાઓ તો ક્યાંક માથે તાંબા અને પિત્તળના ગરબા લઈ ભક્તો દર્શને જઈ રહ્યા છે ત્યાં રસ્તાઓ પર પણ આજે ધર્મ પર્વની ઉજવણીનો અનેરો મહિમા છવાયેલો જોવા મળી રહ્યો છે
સોલા ભાગવત ગુરુપૂજન
અષાઢી પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ભારતીય સંસ્કૃતિમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુપૂજનનો મહિમા હોવાથી ગુરુનું ઋણ ચૂકવવા શિષ્યો યથાશક્તિ પૂજન-અર્ચન તથા ભેટ-સોગાદ અર્પણ કરે છે.ત્યારે આજે અમદાવાદમાં સોલા ભાગવત ખાતે પણ ભાગવત ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમને પોતાના ગુરુ ની પૂજા અર્ચના કરી હતીઆ કાર્યક્રમમાં ભાગવત વિદ્યાપીઠ ના પરમપૂજ્ય ભાગવત ઋષિજી ના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી ભાગવત ઋષિ દ્વારા આજે ગુરુના ફોટા નું અનાવરણ કરવામાં આવ્યું હતું આ સાથે તેમણે જણાવ્યું હતું કે માનવીના જીવનમાં ગુરુનું એક અલગ સ્થાન હોય છે અને ગુરુ પાસે થી ગણું શીખવા મળે છે
દૂધરેજ વડવાળા ધામ
ગુરુપુર્ણીમાં નિમિતે સમગ્ર ભારતના રબારી અને માલધારી સમાજની ગુરુ ગાદીનું સ્થાન એવું દૂધરેજ વડવાળા ધામ નિમિતે આજના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહી દર્શનાથે આવે છે આજના દિવસનું વડવાળા મંદિર ખાસ મહત્વ એ છે કે વડવાળા મંદિરના મહંત શ્રી કનેરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા છે એ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવે છે.આ મંદીર દ્રારા વ્યસન મુક્ત અને શોક્ષિકક્ષેત્રે ખુબ જ આગળ રહે છે તેમ સામાજિક,ધામિકૅ ક્ષેત્રે પણ આગળ છે તેમજ 6વધુ ગોશાળા કન્યાછાત્રાલય, કુમાર છાત્રાલય ઓ ચલાવવામાં આવે છે. તેમજ તમામ લોકો માટે આજે ભોજન અને પ્રસાદની પણ મોટા પ્રમાણમાં ય્યવસ્થા પણ કરવામાં આવે છે.
દુધરેજ મંદિરએ ગુજરાત ભરના રબારી સમાજના મંદીર એ આસ્થા નુ કેન્દ્ર છે માલધારી સમાજ માટે મોટું મંદીર છે ત્યારે વડવાળા દેવ અને ગૂરૂમાહારાજના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થતા હોય છે.દીવસ હોય કે રાત હોય તો પણ શ્રીકનીરામ બાપુ અને શ્રી મુકદાસજીબાપુ શિક્ષણ માટે ખંડે પગે હોય છે. તેમજ વડવાળા મંદીર તમામ વિકાસમના કામમાં તત્પર છે .
સમગ્ર ભારત ભરમાં ગુરૂપૂણીના દીવસે ઊજવણી થઈ રહી છે ત્યારે વડવાળા ધામ ખાતે ગુરૂપીણીમાની ઊજવણી કરવામાં આવે છે આ ઊજવણી લોકો મોટી સંખ્યામાં વડવાળા દેવના આશિર્વાદ લેવા માટે આવે છે અને વડવાળા મંદીર ખાતે ધામધૂમથી ઊજવણી સંતવાણી કાયૅક્રમ પણ રાખવામાં આવે છે સમાજમાં શિક્ષણ અને સમાજ માથી કુ રિવાજ દુર થાય તેમજ ભારત દેશનુ નામ સમગ્ર વિશ્ર્વમાં પ્રખ્યાત થાત તેમજ બે દીવસ ની અંદર વડવાળા મંદીર ખાતે લાખોની સંખ્યામાં ભકતો આવે છે તેમજ યુવાન ટેકનોલોજીના યુગમાં યુવાન મા જે યસ્નો દુર કરી ભારત દેશની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સંદેશો આપી છી તેમજ સમ્રગ વિશ્ર્વના લોકોને ગુરૂપીણીમાની ખૂબખૂબ શુભેચ્છાઓ.
ગુરૂપૂર્ણિમાં શ્રી સંતરામ મંદિર અને ડાકોર
આજે ગુરુપૂર્ણિમા સમગ્ર વિશ્વમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવપૂર્વક થઇ રહી છે .ત્યારે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલા શ્રી સંતરામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્યતાપૂર્વક ઉજવણી થઇ રહી છે.ખેડા આણંદ જિલ્લા ઉપરાંત સમગ્ર ભારતભરમાંથી અને વિદેશમાંથી પણ આજે વિશેષમાં ગુરુ પૂર્ણિમાને કારણે ભાવિક ભક્તો સંતરામ મંદિર નડિયાદ ખાતે ઉમટ્યા છે.
પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાન અને દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી પૂજ્ય રામદાસજી મહારાજને વંદન કરી વહેલી સવારથી જ ગુરૂના દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટ્યા છે.તેની સાથે સાથે સમગ્ર ખેડા જિલ્લાના નાના નાના ગામડામાંથી આવેલા ભક્તો પોતાની સાથે પ્રથમ ઉગેલું ધાન્ય તેમજ દૂધ મંદિરમાં અર્પણ કરે અને કામના કરે છે કે સમગ્ર વર્ષ દરમિયાન અને વર્ષો વર્ષ સુધી આવું જ ધાન્ય થાય.તેની સાથે સાથે ગુરૂ કંઠી માટે પણ લાંબી કતારો જોવા મળી હતી ,આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરુ પ્રત્યેનો આદરભાવ માટે કંઠી ધારણ કરે છે .તેમજ ભોજન રૂપી પ્રસાદ માટે પણ લાંબી કતારો જોવા મળી હતી.
આ ઉપરાંત યાત્રાધામ ડાકોર ખાતે પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તો રાજા રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા, મંદિરની બહાર રાજાધિરાજ રાજા રણછોડરાયના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી.સૌ ભક્તોએ રાજા રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગુરુ પ્રત્યેનો અહોભાવ પ્રગટ કર્યો હતો.
જુનાગઢ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી
જુનાગઢ ધાર્મિક અને ઐતિહાસિક નગર છે ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તીર્થક્ષેત્રમાં સીધો સંતો અને મહંતો બિરાજે છે જતી તપસ્વી યોગીઓ યોગ કરે છે ત્યારે આ પવિત્ર અને પાવન જગ્યાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો લોકો અહીં આશ્રમમાં પોતાના ગુરુની સેવા પૂજા કરવા માટે તેમજ રૂડા આશીર્વાદ મેળવવા પધારે છે ગુરુ પરંપરાના શિરોમણિ એવા ભગવાન શ્રી ગુરુ દતાત્રેય મહારાજ અહીં ગીરીકંદરા માં બિરાજે છે તેમજ ઓલીયા પીર એવા જમિયલશા પીર દાતાર પણ અહીં બિરાજે છે ત્યારે ગુરુ નો મહિમા જેટલું કહીએ તેટલું ઓછો હોય છે ગુરુનું ઋણ માંથી ક્યારેય મુક્ત તો થઈ શકાતું નથી જેથી ગુરુ ના રૂડા આશીર્વાદ કાયમને માટે પોતાના ઉપર રહે એ માટે ભાવિક ભક્તો પોતાના ગુરૂ મહારાજ ની આજ્ઞા સેવા અને ભક્તિ કરવા માટે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડે છે
આજે ભવનાથ ક્ષેત્રમાં દરેક આશ્રમમાં ગુરુપૂજન ચાલે છે અને હજારો અને લાખોની સંખ્યામાં ભાવિકો પોતાના ગુરૂનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. આ સાથે અહીં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે અને ધર્મમય બની ને હૈયેહૈયું હરખાય છે.મોડાસા તાલુકાનું દેવરાજ ધામ
આજથી સાડા સાતસો વર્ષ પહેલા દેવાયત પંડિતએ ભવિષ્યવાણી કરી કરી હતી કે, પડીકે પાણી, પડીકે બંધાશે ખાવા, જે પંડીતે આ ભવિષ્યવાણી કરી હતી,, તે સ્થાન એટલે મોડાસા તાલુકાનું દેવરાજ ધામ. એવી ચૈતન્ય સમાધી પર બારમા ગુરૂ ગાદિપતી મહંત ધનગિરી મહારાજને આજે લાખો ભક્તજનોએ આશિર્વાદ મેળવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં આજે ભક્તોનો મેળાવડો જામ્યો હતો,, અને દેવસ્થાનક ધામે મોટી સંખ્યામાં ગુરૂ પૂનમના દિવસે ભક્તોએ અહીં પહોંચ્યા હતા. જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને વિવિધ ન્યૂઝ પેપરમાં લેખ લખનાર અને પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવરાજ ધામ મંદિર દ્વારા તેમને સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ભક્તોએ અહીં ભગવાન રામાપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી
આજે સમગ્ર દેશમાં ગુરુપુર્ણીમાં નું પર્વ ઉજવાઇ રહ્યુ છે. ત્યારે ગુરૂભક્ત શિષ્ય દુર દુર સુધી ગુરૂવંદના કરવાં પહોંચી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી કે જેઓ છેલ્લા 80 વર્ષ થી કોઇ પણ જાત ના અનાજ પાણી વગર જીવી રહ્યા છે.જેમની ઉંમર હાલ માં 91 વર્ષ ની છે તેમનાં સ્થાનકે પણ આજે સવાર થી જ તેમનાં શિષ્ય નો મેળાવળો જામ્યો હતો ને ચુંદડીવાળા માતાજી ની પાવડી સહીત તેમની પુજાઅર્ચના કરી શિષ્યો એ આરતી ઉતારી હતી ગુરૂદક્ષીણા પણ આપતાં નજરે પડ્યાં હતા. જ્યાં ગુરૂ તરીકે પુજાઇ રહેલાં ચુંદડીવાળા માતાજીએ પણ શિષ્ય ને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. શિષ્યો અમદાવાદ ને તેથી પણ દુર વસતાં આજે ખાસ ગુરૂપુજા માટે અંબાજી પહોંચ્યાં ને ગુરૂપુજન કરી ભારે ખુસી વ્યક્ત કરતાં હતાંઅને આવી વિભુતી કેજે વિશ્ર્વ માં એક માત્ર છે તેમના આજે આશિર્વાદ મેળવી ને ધન્યતા આનુભવી હતી જોકે આ સાથે અંબાજી માં કોટેશ્ર્વર ખાતે મહંત ડો. વિશ્વંભરદાસજી ના મહારાજ ના આશ્રમે પણ શિષ્યો એ પણ તેમનું પુજન કર્યુ હતુ ને ગુરૂ એ પણ શિષ્ય ને ગુરૂ કંઠી પહેરાવી હતી ને અંબાજી ની સંસ્કૃર્તપાઠશાળામાં પણ શિષ્ય દ્વારા ગુરૂવદંના કરાઇ પુજા-અર્ચન કરી ગૂરૂ ના આશીર્વાદ મેળવ્યાં હતા.
ડાંગ જિલ્લાની શાળાઓમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી
સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે ની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થી જીવનમાં શિક્ષક ગુરુ નું મહત્વ કેટલું છે તેનું માર્ગદર્શન શિક્ષક શ્રી મોરે સાહેબ આપ્યું. વિદ્યાર્થીઓએ પણ ગુરુનું ઋણ કેટલું છે તે વિશે પ્રતિભાવ આપ્યા. ડાંગ સ્વરાજ આશ્રમના ગાન્ડા કાકાએ પણ ગુરુપૂર્ણિમા દિન નિમિત્તે એક નાનો સંદેશ આપ્યો હતો.
જામનગરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી
જામનગરમાં ધાર્મિક સંસ્થાઓ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી ગુરુપૂર્ણિમાના પ્રસંગે છોટીકાશીજામનગરમાં ગુરૂ પુજન માટે ભક્તોમાં અનેરો થનગનાટ સવારથી જ શહેરની વિવિધ સંસ્થાઓના આચાર્ય સ્વામી નુ ગુરૂપુજન કરવામાં આવ્યુ
ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ સે મિલાય આજે ગુરુપૂર્ણિમાના ગુરુને પોંખવાનો અવસર એટલે કે ગુરુ પૂર્ણિમા છોટીકાશી જામનગર માં નેક આશ્રમમાં મંદિરોમાં ગુરૂપુજન કરવામાં આવ્યા હતા. જામનગર મા લિમડાલાઇન ખાતે આવેલા આણદાબાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજના શિષ્યો પણ બહોળી સંખ્યામાં ગુરુના આશીર્વાદ મેળવવા ઊમટી પડ્યા હતા અને એજ રીતે શેહરના ખીજડામંદિર પ્રણામી સંસ્થાના મહંત શ્રી કૃષ્ણમળીજી મહારાજના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી કરતા જોવા મળી હતી જામનગરની ધર્મપ્રેમી જનતા હોય આજે શહેરમાં ગુરુના આશીર્વાદ મેળવી અને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી શહેરમાં અનેક ધાર્મિક સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા
બગદાણા
પરંપરાગત રીતે બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા ની ઉજવણી. ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા. આજે દરેક વ્યક્તિ પોતાના ગુરુના ચરણોમાં શીશ નમાવી પૂજન કરી ગુરુનું ઋણ અદા કરે છે ત્યારે લાખો લોકોના ગુરુ એવા બગદાણાધામ માં બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવી ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરી હતી.
બગદાણામાં મોડીરાત્રીથી જ ભાવિકો પ્રવાહ શરૂ થઈ ગયો હતો અને સવાર થતા જ બગદાણામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ગુરુપૂર્ણિમા પર્વે રોશનીથી ઝળહળી ઉઠેલા મંદિરમાં વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં ભાવિકો ધ્યાનમગ્ન બની અને આરતીનો લાભ લીધો હતી ત્યારબાદ અહીના પવન પરિસરમાં સવારના ૫ કલાક થી ધાર્મિક કાર્યક્રમ નો આરંભ થયો હતો. સવારના પાંચ વાગ્યે મંગલા આરતી બાદ સવાર ના ૭.૦૦ કલાકે ગુરુમહીમાં પૂજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા, ત્યારબાદ ૭.૩૦ કલાકે ધજા પૂજન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદ વિતરણ નો પ્રારંભ થયો હતો.વહેલી મોડીરાત્રી સુધી અવિરત ચાલુ રહેશે.જો કે આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના કારણે સાંજના 5 વાગ્યા થી બીજા દિવસે સવારે 4 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, પરંતુ પ્રસાદ વિતરણ ચાલુ રહેશે.
આ મહાપર્વમાં બે દિવસ દરમિયાન દોઢ થી બે લાખ શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવતા હોય તેમના માટે તમામ પ્રકારની તૈયારીઓ ગુરુ આશ્રમ બગદાણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને જેના માટે ૧૦ હજાર કરતા વધુ સ્વયમસેવકો સેવા કરી રહ્યા છે. ભક્તો માટે મહાપ્રસાદમાં લાડુ ,ગાઠીયા, શાક, રોટલી, દાળભાતની વ્યવસ્થા કરવામાં આવી છે, આ માટે ૭૨૫ મણ લાડુ , ૨૫૦ મણ ગાઠીયા , ૬૦૦ મણનું શાકભાજી તેમજ ૨૫૦ મણ ચોખા અને ૧૫૦ મણ દાળ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રસોડા વિભાગના કામ માટે ૭૦ જેટલા ટ્રેક્ટર કામે લગાડયા છે. તેમજ દાળભાત અને શાક બનાવવા માટે મોટા તપેલા માં જગ્યા પર જ મોટા વાલ્વવાળા નાળચા દ્વારા દાળ અન્ય તપેલા માં લઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ મોટા લોખંડના ડોમ મંડપમાં યાત્રિકો પરંપરાગત રીતે બેસીને પ્રસાદ લઈ શકે તે માટે બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે લોકો આ ખાસ દિવસે ગુરુપૂજન અને દર્શન કરી ધન્ય બન્યાની અનુભૂતિ કરી રહ્યા છે.
આ તમામ પ્રકારની વ્યવસ્થા માટે માટે અલગ-અલગ ગામ માંથી આવેલ સ્વયં સેવક મંડળને કામો સોપી દેવામાં આવું છે. સ્વયંસેવકોને દર્શન વિભાગ (ચારેય મંદિરો), ચા-પાણી, ભોજનાલય, સફાઈ વિભાગ, સુરક્ષા સલામતી વિભાગ, પાર્કિંગ વિભાગમાં બે હજાર પુરૂષ સ્વયંસેવકોને સેવા સોંપવામાં આવી છે. તેમજ આ સ્વય સેવકો ને રસોડા વિભાગ,પાર્કિંગ વિભાગ ,ઉતારા વિભાગ ,મંદિર પરિસર વિભાગ જેવી સેવાઓની ફાળવણી કરવા માં આવશે.આ ઉપરાંત તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહુવા ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, જી.આર.ડી.ના જવાનો તૈનાત રહેશે, સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ આશ્રમ ખાતે સ્ટોલ ઉભો કરી દેવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરની ટીમ સતત હાજર રહેશે.
