Skip to main content
Settings Settings for Dark

ઉકાઇ ડેમની જળસપાટી ઘટતા ઉકાઇનો ઐતિહાસિક ગાયકવાડી કિલ્લો દેખાયો

Live TV

X
  • સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કિલ્લામાં ગાયકવાડી રાજાઓના સૈનિકોનું થાણું હતું, જેમાં ઓજારો, હથિયારો, તોપ, અને અનેક દુર્લભ વસ્તુઓ હતી, જે કેટલાય વર્ષોથી તાપીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

    તાપી જિલ્લામાં આવેલા ઉકાઇ ડેમના બાંધકામ સમયે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા ઘણા ગામો સહિત ઉકાઇનો ઐતિહાસિક ગાયકવાડી કિલ્લો પણ તાપી નદીના પટમાં ગરકાવ થઇ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કિલ્લામાં ગાયકવાડી રાજાઓના સૈનિકોનું થાણું હતું, જેમાં ઓજારો, હથિયારો, તોપ, અને અનેક દુર્લભ વસ્તુઓ હતી, જે કેટલાય વર્ષોથી તાપીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઉચ્છલ નજીક જામલી ગામથી લગભગ પાંચ કિલોમીટર તાપી નદીની વચ્ચે પાણી ઓછું થઇ જતાં આ ઐતિહાસિક સ્થળ બહાર દેખાય છે. કિલ્લાની દિવાલ અને તોપો સંપૂર્ણ ખંડેર હાલતમાં દેખાઇ આવે છે. સ્થાનિકો માની રહ્યા છે ,કે જો આ પૌરાણિક વસ્તુઓ યોગ્ય જગ્યાએ સાચવી રાખવામાં આવે તો રાજા રજવાડાઓની અમૂલ્ય ધરોહર બની રહેશે, અને આવનારી પેઢી આ ધરોહરનું મૂલ્ય સમજી શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply