કાંચી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન, પીએમ મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ
Live TV
-
વર્ષ 1994માં કાંચી મઠના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા. સમાજના વિકાસ માટે તેમણે અનેક કાર્યો કર્યા હતા.
કાંચીના કામકોટી પીઠના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીનું બુધવાર સેવારે નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે કેટલાક દિવસથી દવાખાનામાં દાખલ હતા. દવાખાનામાં સારવાર દરમિયાન તેમનું નિધન થતાં સાધકોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
શંકરાચાર્યના આશિર્વાદ મેળવતો પીએમ મોદીએ ટ્વીટ કરી ફોટો શેર કર્યો છે.
18 જુલાઈ 1935માં જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા. તેઓ 1954માં શંકરાચાર્ય બન્યા હતા. કાંચી મઠ દ્વારા અનેક શાળાઓ અને આંખની હોસ્પિટલ ચલાવાય છે. બીજેપી નેતા રામ માધવે જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, તેઓ સુધારવાદી સંત હતા, તેમણે સમાજ માટે અનેક કાર્યો કર્યા છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક