ભારતીય સેનાના જવાનોએ તૈયાર કર્યો એલફિન્સ્ટન ફૂટઓવર બ્રિજ
Live TV
-
ફૂટ બ્રિજના નિર્માણથી ભારતીય સેનાના જવાનોએ કર્યું છે, જેનાથી પરેલ સ્ટેશન અને એલ્ફિંસ્ટન રોડ પર પ્રવાસીઓને ભીડમાંથી મુક્તિ મળશે.
ભારતીય લશ્કરના જવાનોએ ખૂબ જ ઓછા સમયમાં બાંધી આપેલા ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ફૂટ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન ફડણવીસ અને રેલવે પ્રધાન ગોયલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી લોકલ ટ્રેનમાં બેસીને પરેલ સ્ટેશને ગયા હતા અને નવા બાંધવામાં આવેલા ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. લશ્કરના જવાનોએ મધ્ય રેલવેના પરેલ અને પશ્ચિમ રેલવેના એલફિન્સ્ટનને જોડતા ફૂટઓવર બ્રિજ ઉપરાંત કરી રોડ અને આંબિવલી સ્ટેશનો ખાતે પણ આવા ફૂટઓવર બ્રિજ બાંધી આપ્યા છે.
બ્રિજને તૈયાર કરવા માટે સેનાના જવાનોએ સખત મહેનત કરી બ્રિજનનું નિર્માણ કર્યું છે, અને મુંબઈના લોકોને સમર્પિત કર્યો છે.
કેન્દ્રિય રેલવે મંત્રી પિયુશ ગોયલે ટ્વીટ કરી સેનાના જવાનોનો આભાર વ્યક્ત કર્યો છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક