દિવ્યાંગે ઊભી કરી ડાયમંડ કંપની
Live TV
-
સુરતના એક ડાંયમંડ કંપનીના વેપારીની જયારે 5 મહિનાના હતા ત્યારે તેમને તાવ આવ્યો અને આ તાવના લીધે બન્ને પગ પોલિયો ગ્રસ્ત થઇ ગયા, જેમ જેમ તેમની ઉંમર વધતી ગઇ તેમ તેમ તેમની તકલીફોમાં વધારો થયો ગયો, પરંતુ તેમણે હિંમત હાર્યા વગર જીવનમા આગળ વધતા રહ્યા અને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હીરાનું કામ શીખવાનુ નક્કી કર્યું અને એક હજાર પગારથી શરૂઆત કરી હતી. પરંતુ ધીમે ધીમે તેઓ રૂ.5 હજાર જેટલા પગારે પહોચ્યા અને પછી નક્કી કર્યું પોતાની જ ડાયમંડ કંપની સ્થાપવી છે, અને આજે કલ્પેશભાઇ ચૌધરી સફળતા પુર્વક કંપની ચલાવી રહ્યા છે.
કલ્પેશભાઇને પોતે દિવ્યાંગ હોવા છતા સ્વિમિંગ, ગરબા, ડાન્સ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આટલું જ નહિ પરંતુ તેઓ સારી રીતે પોતાની કાર પણ ડ્રાઇવ ચલાવી રહ્યાં છે. તેમણે દિવ્યાંગજનો ચલાવી શકે તેવી કાર બનાવી છે. હાલમાં તેઓ સુરતના ટ્રાફિકવાળા રસ્તા પર પણ પોતાની કારને સારી રીતે ચલાવી શકે છે.