ખેડાના નડિયાદમાં સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવ ઉજવાયો
Live TV
-
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આવેલું વિશ્વ પ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે દરવર્ષ મહાસુદ પૂનમે સમાધિ મહોત્સવ ઉજવાય છે.
પૂજ્ય સંતરામ મહારાજ વિચરણ કરતાં કરતાં નડિયાદ તાલુકાના પીપલગ ગામેથી અત્યારે સંતરામ દેરી છે. ત્યાં રાયણના વૃક્ષની બખોલમાં તેમને વાસ કર્યો હતો. અને ભક્તોના કહેવાથી અત્યારે સંતરામ મંદિર છે. ત્યાં જન સેવા શરૂ કરી અને જન સેવા એ જ પ્રભુ સેવામાં માનનારા પરમપૂજ્ય પ્રાત સ્મરણીય શ્રી સંતરામ મહારાજના પગલે પગલે હાલના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ જન સેવા એજ પ્રભુ સેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને 189 માં સમાધી મહોત્સવ નિમિત્તે પૂજ્ય રામદાસજી મહારાજના સાંનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે શ્રી સંતરામ દેરી જવાના રસ્તે મુખ્ય દ્વારા બાંધવામાં આવ્યું અને તેનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના વિવિધ શાખા મહંતો તેમજ સંતરામ ભકતો, સમગ્ર જિલ્લા અને રાજ્યભરમાંથી તેમજ વિદેશમાંથી ખાસ સમાધી મહોત્સવ નિમિત્તે આવેલા ભક્તોની હાજરીમાં કરવામાં આવ્યું. શ્રી સંતરામ દેરી દ્વારા લોકાર્પણ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા કરમસદ શ્રી સંતરામ મંદિરના મહંત મોરારી દાસ મહારાજે આપી હતી. તે અગાઉ પુ. રામદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરી સમાધિ મહોત્સવ નડિયાદ ખાતે યોજાશે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદેશથી સંતરામ ભકતો નડીયાદ આવી પહોંચ્યા છે.