Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં રામ જન્મોત્સવના અનેક કાર્યક્રમો યોજાયા

Live TV

X
  • આજે ભગવાન રામચંદ્રજીનો જન્મ દિવસ રામનવમી છે. દેશભરમાં રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં રામ જન્મોત્સવના અનેક કાર્યક્રમો યોજાયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા સાંઈ મંદિરમાં પણ  કેક કાપીને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી મહોત્સવ નિમિત્તે  વહેલી સવારે આરતી, ત્યારબાદ ભગવાનને માવાના કેકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે જ સાંઇ મંદિર પાટોત્સવ પૂજન અને શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. મોડાસાના માલપુર રોડ ખાતે આવેલા શિરડી સાંઇબાબા મંદિરમાં છેલ્લા દસ વર્ષથી આ પ્રકારની ઉજવણી કરાઈ રહી છે, જેમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે.

    ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં નારણપુરા વિસ્તારના કામેશ્વર મહાદેવ ખાતે માતાજીની આઠમ- નોમના અવસર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં નવ દિવસ સુધી રોજ રાત્રે ભાવિક ભક્તો બેઠા ગરબા ગાઈ શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરે છે.

    આજે ચૈત્ર સુદ નોમ છે, જેને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે, ભગવાન શ્રી રામનો જન્મ આજના દિવસે થયો હતો. આથી રામભક્તો આજના દિવસને રામનવમી તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં શ્રદ્ધાપૂર્વક ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવે છે. ધ્રાંગધ્રા ખાતે આવેલા રોકડીયા હનુમાનજીના મંદિરમાં પણ ધામધૂમ અને શ્રદ્ધાપૂવર્ક બપોરના 12 વાગ્યે રામલલ્લાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. બપોરની આરતી બાદ શહેરના રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ પણ જોડાય છે. અને જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા નિકળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply