Skip to main content
Settings Settings for Dark

મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી, સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ

Live TV

X
  • વિદ્યાર્થીઓ આજના દિવસે મા સરસ્વતીનું પૂજન અર્ચન કરીને તેજસ્વીતા અને મેધાવીશક્તિના આશિષ મેળવે છે

    મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી,,,આજનો દિવસ, વિદ્યા અને જ્ઞાનનું સર્જન કરનાર, માતા સરસ્વતી દેવીનો પ્રાગટય દિવસ છે. આજના દિવસે સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતાજીની આરાધનામાં પીળા વસ્ત્રો, પીળા ફૂલથી લઈને, પીળી વસ્તુનું દાન આપવામાં આવે છે. પ્રાચીન કાળમાં આ દિવસથી જ વિદ્યા સંસ્કારનો આરંભ કરવામાં આવતો હતો. વિદ્યા અને કલાની દેવી સરસ્વતીનો આજે પ્રાગટ્ય દિવસ હોવાથી વિદ્યાર્થીઓ આજના દિવસે મા સરસ્વતીનું પૂજન અર્ચન કરીને , તેજસ્વીતા અને મેધાવીશક્તિના આશિષ મેળવે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ પણ સોળેય કલાએ ખીલે છે. વાતાવરણ આહલાદક બની જાય છે. તેથી જ ઋતુઓમાં વસંતને ઋતુરાજનું સ્થાન આપવામાં આવ્યું છે. વસંત ઋતુ, પ્રકૃતિના સૌંદર્યને ખીલવતી હોવાથી, વસંતને કવિ અને લેખકો પણ, શબ્દોથી નવાજે છે.

    આજે વસંત પંચમી છે..ત્યારે આજના સરસ્વતીની પૂજા થાય છે.ટ્વીટર પર હેશટેગ બસંત પંચમી ટ્રેન્ડ થઈ રહ્યો છે..જેમાં સરસ્વતીને વંદન કરતા વિવિધ ટ્વીટ આજે ટ્વીટર પર છવાઈ ગયા છે..તો જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે દરિયાકિનારે રેતીમાંથી સુંદર સરસ્વતી માતાજીની સેન્ડ આર્ટ તૈયાર કરી છે..જેને સોશિયલ મિડિયામાં ખૂબ પસંદ કરાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply