Skip to main content
Settings Settings for Dark

સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

Live TV

X
  • સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ નજીક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના 40 અને વિદેશના 50 પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ ઉડાવી રહ્યા હતા. પતંગોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત કરીએ તો પતંગોત્સવમાં 100 વર્ષ કરતા પણ જુના પતંગો જોવા મળ્યા હતા. મેયર જગદીશ પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ પતંગોત્સવમાં ભારતના ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરલ, બંગાળ, બિહાર, લક્ષદ્વીપ, સિક્કિમ સહિતના 40 જેટલા પતંગબાજો આવ્યા હતા. જ્યારે ફ્રાન્સ, યુ.કે., યુક્રેન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટુનીશીયા, તુર્કી, થાઈલેન્ડ, વિયેતનામના 50 જેટલા ઈન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ ઉડાવ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply