Skip to main content
Settings Settings for Dark

Women Empowerment : લેફ્ટ.શિવાંગી નેવીના પ્રથમ મહિલા પાયલટ બન્યા

Live TV

X
  • બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી સબ લેફટનન્ટ શિવાંગી કોચ્ચિમાં પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોરનિયર એરક્રાફ્ટના કોકપિટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.

    નેવીના જણાવ્યા મુજબ સબ લેફટનન્ટ શિવાંગીએ શોર્ટ સર્વિસ કમીશનનો 27મો એનઓસી કોર્ષ જોઈન કર્યો હતો અને ગત વર્ષે જૂન 2018માં કેરળના એઝીમાલા સ્થિત ઈન્ડિયન નેવલ એકેડમીમાં પોતાની કમીશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાયલટ ટ્રેનિંગ બાદ આજે શિવાંગી નેવીની પહેલી મહિલા પાયલટ બની છે.કોચ્ચિ સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાયલટ તરીકે સામેલ કરવામાં આવ્યા. દર વર્ષે 4 ડિસેમ્બર નેવી પોતાનો સ્થાપના દિવસ મનાવે છે, આ સ્થાપના દિવસ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યવાહીના વિજ્યોત્સવના રૂપે મનાવવામાં આવે છે.48માં સ્થાપન દિવસ પહેલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. નેવીની પહેલી મહિલા પાયલટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન, ડોરનિયર ઉડાવશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.

    બિહારના મુઝફ્ફપુરની શિવાંગીની મા એક હાઉસ વાઈફ છે અને પિતા સ્કૂલ ટીચર છે. મુઝફ્ફપુરમાં જ શિવાંગીનો જન્મ થયો અને પ્રાથમિક શિક્ષણ પણ અહીં જ લીધું. ત્યારબાદ શિવાંગીએ સિક્કીમ મનિપાલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું. પરંતુ કોલેજના દિવસોમાં બાળપણથી જ આકાશમાં ઉડવાની ખ્વાઈસ ફરી એકવાર જાગી અને તેણે સર્વિસ સિલેક્શન બોર્ડ ભોપાલની એક્ઝામ ક્લીયર કરી અને બસ અહીંથી શરૂ થઈ શિવાંગીની એ ઉડાન જે આજે ઐતિહાસિક બની ગઈ. શિવાંગીએ કહ્યું કે, આ માટે તે લાંબા સમયથી રાહ જોઈ રહી હતી અને આજે એ દિવસ આવી જ ગયો આ ખુબ જ શાનદાર અનુભવ છે. હવે હું ત્રીજા સ્ટેજની ટ્રેનિંગ પુરી કરવા માટે કામ કરીશું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply