પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશ ફોગાટે કુશ્તીમાંથી નિવૃત્તિ લીધી
Live TV
-
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે ઓલિમ્પિકમાં ડિસ્ક્વૉલિફાઇ જાહેર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટે એક્સ પર એક ઈમોશનલ મેસેજ પોસ્ટ કર્યો છે.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાય થયા બાદ ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટે એક્સ પર એક ઈમોશનલ મેસેજ પોસ્ટ કર્યો છે. વિનેશ ફોગાટે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, 'મા કુસ્તી જીતી, હું હારી ગઈ.' વિનેશ ફોગાટ બુધવારે પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં ડિસ્ક્વૉલિફાઇ થઈ હતી.
વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. કુસ્તી અલવિદા 2001-2024 . હું હંમેશા તમારા બધાની ઋણી રહીશ, માફ કરજો. “
29 વર્ષની મહિલા કુશ્તીબાજે જ્યારે સેમિફાઇનલ મેચમાં ક્યુબાના કુશ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ઇતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં આવું કરનાર તે દેશની પ્રથમ મહિલા કુશ્તીબાજ બની હતી. આ રીતે, તેને 50 કિગ્રા કુશ્તી વર્ગમાં સિલ્વર મેડલ પણ નિશ્ચિત કરવામાં આવ્યો હતો. આખા દેશને વિશ્વાસ હતો કે, ઓછામાં ઓછું એક મેડલ નિશ્ચિત છે.
વિનેશે મંગળવારે (6 ઓગસ્ટ) ત્રણ મુશ્કેલ મેચોમાં ભાગ લીધો હતો, જેના કારણે તેના શરીરમાં ડિહાઇડ્રેશન હતું. આ પછી પણ, તેણે માત્ર થોડું પાણી પીધું, તેના વાળ કપાવ્યા અને કસરત કરી, જેથી તેનું વજન નિર્ધારિત વજન મર્યાદા કરતાં વધી ન જાય. જોકે, બુધવારે મળેલી નિરાશાએ તેને તોડી નાખી હતી. આ પછી, શરીરમાં પાણીની ઉણપને કારણે, વિનેશ ફોગાટને ખેલગાંવના પોલી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી.
વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કર્યા બાદ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમોની પણ ચર્ચા થવા લાગી. નિયમો અનુસાર, કુશ્તીબાજને વજનના સમયગાળા દરમિયાન ઘણી વખત પોતાનું વજન કરવાનો અધિકાર આપવામાં આવે છે. જો કોઈ ખેલાડી પ્રથમ અને બીજા વજન દરમિયાન હાજર ન હોય અથવા ડિસક્વોલિફાય થાય તો તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવે છે. આ રીતે તે છેલ્લા સ્થાને રહે છે અને તેને કોઈ પદ મળતું નથી.