Skip to main content
Settings Settings for Dark

સાંસદ દેવુસિંહ ચૌહાણે 65મી નેશનલ સ્કૂલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • સ્કૂલ નેશનલ ગેમ્સમાં અંડર 14 સ્કેટીંગ સ્પર્ધા પણ યોજાઈ. દેશની વિવિધ પરંપરા, સાંસ્કૃતિના ભાગરુપે તલવારબાજીની સ્પર્ધાનું પણ આયોજન. દેશના 16 રાજ્યોના કુલ 338 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લીધો ભાગ.

    નડિયાદમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે 65મો નેશનલ સ્કૂલ સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ દેવુંસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  સ્કુલ નેશનલ ગેમ્સમાં અંડર 14 સ્કેટીંગ સ્પર્ધા પણ યોજાઈ હતી.જેમાં દેશના 16 રાજ્યોના કુલ 338 વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારત દેશની વિવિધ પરંપરા અને સંસ્કૃતિના ભાગરુપે તલવારબાજી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અવસરે  સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે તલવારબાજીની સાંસ્કૃતિક પરંપરાને ખેલકૂદ સાથે સાંકળી ભારત અને રાજય સરકારે આ કલાને મહત્વ આપ્યુ છે તે ખરેખર સરાહનીય છે.તેમને કહ્યું કે  આજના બાળકો રમત ગમત  ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે અને સરકાર તેમને નવી તકો પુરી પાડી રહી છે.

    શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું કે, દેશના બાળકો દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તેવી ક્ષમતા ધરાવે છે અને રાજય સરકાર તેમને નવી તકો આપી રહી છે. તેનો લાભ લઇ ખેલ ક્ષેત્રે આગળ વધવા આહવાન આપ્યું હતું. દેશના વિવિધ રાજયોના વિધાર્થીઓએ માર્ચપાસ્ટ કરી હતી. 

    નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાયેલા ૬૫ માં નેશનલ સ્કુલ ગેમ્સમાં અન્ડર -૧૪ કેટેગરીમાં દેશના 16 વિવિધ રાજયોના કુલ ૩૩૮ વિધાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં આંધ્રપ્રદેશના કુલ ૨૪, બિહારના કુલ ૦૭, સીબીએસસી વેલ્ફર સ્પોર્ટસ ઓર્ગેનાઈઝેશનના કુલ ૨૧, ચંદીગઢના-૨૧, છતીસગઢના-૨૪, ગુજરાતના-૨૪, હરિયાણા- ૨૪, આઇપીએલસીના - ૦૬ જમ્મુ-કાશ્મીરના -૨૪, મધ્યપ્રદેશના -૨૪, મહારાષ્ટ્રાના -૨૪, મણિપુર -૨૪, પંજાબ -૨૩, તામીલનાડુ- ૨૪, તેલંગાણા -૨૪, અને વિધ્યાભારતીના-૨૦ એમ મળી કુલ ૩૩૮ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉ્દ્દઘાટન સમારોહ પ્રસંગે નગરના મહાનુભાવો, વિધાર્થી ભાઇ-બહેનો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રાસ રમવામાં આવ્યો હતો. રમતોત્સવનો ફ્લેગ પણ લહેરાવવામાં આવ્યો હતો તેમજ શપથ પણ લેવાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply