Skip to main content
Settings Settings for Dark

સેમિફાઈનલમાં 18 રનથી ભારતનો પરાજય

Live TV

X
  • ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં પહોંચ્યું, 49.3 ઓવરમાં ભારતીય ટીમ 221 રનમાં ઓલઆઉટ

    વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થતાં વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો છે. જીત સાથે ન્યૂઝીલેન્ડે ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક 6 રન, હાર્દિક પંડ્યા 32 રન અને ઋષભ પંત 32 રન કરી આઉટ થયા હતા. ભારતે 92 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. લોવર ઓર્ડરે મેચમાં ભારતની વાપસી કરાવી હતી. પરંતુ નિર્ણાયક ઘડીએ જાડેજા અને ધોની આઉટ થતાં ન્યૂઝીલેન્ડે બાજી મારી હતી.જાડેજાએ 5 વર્ષ પછી વનડેમાં અર્ધ સદી ફટકારી હતી. તેણે 59 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 77 રન કર્યા હતા. છતાં ભારત ફાઇનલ મેચથી બહાર થઇ ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, એક નિરાશાજનક પરિણામ પણ ટીમ ઇન્ડિયાના અંતિમ લડવાની તાકાતે બધાને પ્રભાવિત કર્યા છે. આખી ટુર્નામેન્ટમાં ભારતે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેની ઉપર અમને ગર્વ છે. હાર અને જીત જીવનનો ભાગ છે. ટીમને ભવિષ્ય માટે શુભકામના. બીજી તરફ આજે બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply