Skip to main content
Settings Settings for Dark

35મી નેશનલ જુનિયર એથ્લેટિક્સમાં 2.01 મીટરનો ઉંચો કુદકો લાગવી સિલ્વર મેડલ જીત્યો

Live TV

X
  • વડોદરાનો કૌશિક જાધવ તેની નેશનલ જુનિયર એથ્લેટિક્સમાં રજત પદકની સિદ્ધિથી ખૂબ પ્રોત્સાહિત થયો

    વડોદરાનો હાઇજંપર કૌશિક જાધવે ઊંચા ઊંચા કુદકા લગાવીને અત્યાર સુધી તેણે રમેલી 14 રાષ્ટ્રીય કક્ષાની રમત હરીફાઇઓમાં 6 મેડલ જીતી લઈને તેનું ખેલ કૌવત બતાવ્યું છે. તાજેતરમાં જ કૌશિકે આંધ્રપ્રદેશના વિજયવાડા-ગુંતુરમાં રમાયેલી 35મી નેશનલ જુનિયર એથ્લેટિક્સમાં ૨.૦૧ મીટર્સ ઉંચો કુદકો લાગવીને સિલ્વર મેડલ જીતી લઈને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. બાળપણમાં સ્કેટિંગ ચેમ્પિયન રહેલા કૌશિકે કિશોરાવસ્થામાં એથ્લેટિક્સના ક્ષેત્રમાં હાઈ જંપર બનવાનો નિર્ધાર કર્યો અને બારમા ધોરણના આ વિદ્યાર્થી રમતવીરે અત્યાર સુધીમાં 50 જેટલાં પદકો જીતીને ઘરના રૂમને ચંદ્રકોથી સજાવી દીધો છે.વડોદરા શહેર પોલીસ એસઓજીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર જાધવે તેમન પુત્ર કૌશિકને બાળપણથી આ રમત શોખને ઉત્તેજન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હાલમાં કૌશિક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત નડીયાદની રમત એકેડમી ખાતે કુશળ કોચના માર્ગદર્શન હેઠળ ત્રણ વર્ષથી કોચિંગ મેળવી રહ્યો છે. રાજ્ય સરકારની આ સુવિધાએ એના હાઈ જંપર તરીકેના ઘડતરમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે અને એને પ્રોત્સાહિત કર્યો છે. એકેડમીમાં એને રહેવા, જમવા અને કોચિંગ સાથે ભણતરની સુવિધા વિનામૂલ્યે મળી રહી છે. તેની સાથે વિવિધ રમત સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક અહીંથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એકેડમીમાં સતીષ ઉપાધ્યાય એને કોચિંગ આપી રહ્યા છે.કૌશિકે 2018માં રાજસ્થાનના અલવર ખાતે રમાયેલી વેસ્ટ ઝોન મીટમાં ૧.૯૫મીટર્સનો હનુમાન કૂદકો લગાવીને મીટ રેકોર્ડ બનાવ્યો હતો. જે સાત રાજ્યોમાં આજે પણ અજેય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply