Skip to main content
Settings Settings for Dark

#NZvIND: રમાઈ રહી છે અંતિમ વન-ડે: ન્યૂઝીલેન્ડ સામે 297 રનનો લક્ષ્ય

Live TV

X
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજો અને અંતિમ મુકાબલો છે..ત્યારે ભારતે પ્રથમ બેટિંગ કરીને સાત વિકેટના નુકસાન પર 296 રન બનાવ્યા..તો ન્યૂઝીલેન્ડ સામે 297 રનનો લક્ષ્યાંક આપ્યો છે..

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ વન ડે ક્રિકેટ મેચ આજે માઉન્ટ મોન્ગનુઈના બે ઓવલમાં રમાઈ રહી છે..આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું..

    ત્રણ મેચોની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ 2-0થી આગળ છે..આજની અંતિમ મેચ જીતીને ભારતીય ટીમ વ્હાઈટ વોશથી બચવાની કોશિશ કરશે..વન ડે મુકાબલામાં પાંચ મેચોની 20-20 શ્રેણીથી એકદમ વિપરીત સ્થિતિ બનેલી છે..20-20 મેચોની શ્રેણીમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી..

    પોતાના ખેલાડીઓની ઈજાથી પરેશાન ન્યૂઝીલેન્ડની ટીમ આજે મુકાબલામાં પરત ફરવાની કોશિશ કરશે..ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને શરૂઆતની બે મેચમાં ગેરહાજરી આપ્યા બાદ ત્રીજી મેચમાં વાપસી કરી છે..ભારત તરફથી મનીષ પાંડે ને કેદાર જાધવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply