Skip to main content
Settings Settings for Dark

ગુજરાત

Live TV

X

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિનો પ્રારંભ

માલસામાનની એકથી બીજા રાજ્યમાં હેરફેર માટે ઇ-વે બિલ પ્રણાલિ આજથી ગુજરાત, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં અમલી બનશે. 

નાણા ખાતા મુજબ, આ રાજ્યોમાં ઇ-વે બિલ પ્રણાલિ લાગુ થતાં જ ધંધા-ઉદ્યોગોમાં જ્યાં સુધી માલસામાનની હેરફેરનો પ્રશ્ન છે, સુવિધા વધશે. આનાથી રાષ્ટ્રવ્યાપી એકલ ઇ-વે બિલ પ્રણાલિ માટેનો માર્ગ મોકળો થવામાં ફાયદો થશે. મંત્રાલયે આ રાજ્યોમાં આવેલા ટ્રાન્સ્પૉર્ટરોને <www.ewaybillgst.gov.in> નામના ઇ-વે બિલ પૉર્ટલ પર નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો છે. 

Gujarati

અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડની 13 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડની 13 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આદર્શ પેનલમાંથી 5 અને કિસાન પેનલમાંથી 3 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે વેપારી વિભાગમાંથી 4 ઉમેદવાર અને સહકાર વિભાગમાંથી એક ઉમેદવારનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેનનો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં 33 ઉમેદવારો મેદાને હતા. મતદાન પ્રક્રિયામાં ખેડૂત વિભાગમાં 99 ટકા, વેપારી વિભાગમાં 98 ટકા અને સહકાર વિભાગમાં 94 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં આદર્શ પેનલ અને કિસાન પેનલ એમ બે પેનલો બની હતી. વિજય બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો. 
 

Gujarati

વર્ષ 2016-17ના જીઈએમ સર્વેમાં ભારતમાં ગુજરાત છવાયેલું રહ્યું

બેટસન કોલેજ અમેરિકા અને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા ગ્લોબલ આંત્રપ્રિનિયોરશીપ મોનીટર સર્વે દર વર્ષે કરવામાં આવે છે. જેમાં વિશ્વના દેશોમાંના ઉદ્યોગ સાંસ્કૃતિકતા અંગેનું વલણ તથા તકોને દર્શાવવામાં આવે છે. વર્ષ 2016-17ના જીઈએમ સર્વેમાં ભારતમાં ગુજરાત છવાયેલું રહ્યું. દેશમાં નંબર વન પર રહેલા ગુજરાતમાં 55 ટકા યુવાનો ઉદ્યોગ સાહસિક બનીને રોજગારી પેદા કરે છે તથા 63 ટકા લોકો ઉદ્યોગ સાહસિકતાને હાઇસ્ટેટસ માને છે. સર્વેના આંકડાઓ પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા અભિયાન છેલ્લા બે-ત્રણ વર્ષથી સુવ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે. તથા યુવાનોને લાગી રહ્યું છે કે હાલમાં ઉદ્યોગ સાહસિક બનવાનો સાચો સમય છે.

Gujarati

રાજ્યપાલ : શિક્ષણ રોજગારલક્ષી હોય તે આવશ્યક 

રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીએ જણાવ્યું છે કે, પદવી મળ્યા બાદ રોજગારી મળે તે જરૂરી હોવાથી શિક્ષણ રોજગારલક્ષી હોય તે આવશ્યક છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહને તેઓ સંબોધી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાથી બેરોજગારીનો પ્રશ્ન હલ થવાની સાથે નવા ભારતનું નિર્માણ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસીની શરૂઆત દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

Gujarati

નર્મદા ડેમની 241 કી.મી.માં 950 સુરક્ષા કર્મીચારીઓનો પહેરો

સરદાર સરોવર નર્મદા ડેમ માં ગત વર્ષ કરતા ઓછા પાણીને કારણે ગુજરાત સરકારે, ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો આગવો નિર્ણય લીધો જેથી, આગામી ઉનાળામાં ગુજરાતની પ્રજાને પીવાના પીવાના પાણી માટે કોઈ સંકટ ના રહે અને માટે જ નર્મદા બંધ સ્થળથી, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 241 કિમિમાં 950 સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા પહેરો ભરે છે અને SRP જવાનો ની ટીમ તેનાત કરી દેવાઈ છે, કેનાલો પર 5 પીઆઇ, 10 પીએસઆઇ 735 જેટલા સુરક્ષા કર્મીઓ કામ કરે છે, જેમાં નર્મદા મુખ્ય કેનાલથી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદર, વિસ્તારોમાં સુરક્ષા કરે છે.

Gujarati

પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના તેલચિત્રના અનાવરણ કરાયું

 અરવલ્લી  જીલ્લાના ધનસુરા કોલેજ ખાતે રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરની હાજરીમાં ધનસુરા કોલેજના કોમ્યુનિટી હોલના દાતા અને ભાજપના પૂર્વ મહામંત્રી અને પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના તેલચિત્રના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે ધનસુરા કોલેજનો ૩૩મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. બી.એ  અને બી.કોમ ના સેમ -૬ ના વિદ્યાર્થીઓ અને એમ.એ સેમ-૪ ના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ પણ યોજાયો હતો. વિશિષ્ટ સિદ્ધી મેળવનાર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

Gujarati

ભૂકંપની સજ્જતા તપાસવા રાજય સ્તરે મોકડ્રીલ યોજાઇ

ભૂકંપ વખતે તંત્રની સજ્જતા તપાસવા આજે રાજ્ય સ્તરે ખાસ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આજે સવારે કચ્છના દૂધઈ પાસે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાના સંદેશ સાથે મોકડ્રીલનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત ક્રાઈસીલ મેનેજમેન્ટ ગ્રૂપની તાત્કાલિક બેઠક બોલાવાઈ હતી. ગાંધીનગર ખાતે મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં થયેલી ચર્ચા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ માહિતગાર કરાયા હતા. આ ક્વાયત અંતર્ગત રાજકોટ ખાતે પણ બેઠક અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. મોકડ્રીલના ભાગરૂપે ભૂકંપની અસરગ્રસ્ત આઠ જિલ્લામાં સેટેલાઈટ ફોનથી સંપર્ક કરાયો હતો. એ જ રીતે અમદાવાદ ખાતે ઈમારત ધરાશાયી થયા બાદની બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.

Gujarati

પાટીદાર આગેવાનોના કેસો પાછા ખેંચાશે

ગૃહમાં પાટીદાર આગેવાનોની સામે થયેલા કેસો પાછા ખેંચવા અંગે સરકારે જણાવ્યું હતું કે અમારા અધિકારક્ષેત્રમાં આવતા તમામ કેસો અમે પાછા ખેંચી લીધા છે. પરંતુ જેમની સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે. તે કેસો પાછા ખેંચાયા નથી. તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહ બહાર જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નશાબંધી અંગે જાગૃત છે, અને તેનો ભંગ કરનાર સામે કડકમાં કડક પગલાં તથા દંડની જોગવાઇ કરી છે. 

Gujarati

જાણો વિધાનસભાના સમાચાર એક જ ક્લિક પર 

વિધાનસભાની ગુરૂવારની કાર્યવાહીમાં પૂરક માંગણીઓ પરની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. બહુમતીથી ગૃહમાં આજે 695.98 કરોડ રૂપિયાથી વધુ પૂરક માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.પુરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના ધારાસભ્ય અનિલભાઈ જોશિયારાએ આદિજાતિ પેટા યોજનાના પડતર નાણા અન્ય ઠેકાણે વાપરી ન શકાય, તો બોડેલીના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ તેમના તાલુકામાં સેવાસદનની કામગીરી કરવા અને કોલેજ બનાવવા અંગે માંગ કરી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply