Skip to main content
Settings Settings for Dark

જાણો વિધાનસભાના સમાચાર એક જ ક્લિક પર 

Live TV

X
  • વિધાનસભાની ગુરૂવારની કાર્યવાહીમાં પૂરક માંગણીઓ પરની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. બહુમતીથી ગૃહમાં આજે 695.98 કરોડ રૂપિયાથી વધુ પૂરક માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી

    વિધાનસભાની ગુરૂવારની કાર્યવાહીમાં પૂરક માંગણીઓ પરની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. બહુમતીથી ગૃહમાં આજે 695.98 કરોડ રૂપિયાથી વધુ પૂરક માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.પુરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના ધારાસભ્ય અનિલભાઈ જોશિયારાએ આદિજાતિ પેટા યોજનાના પડતર નાણા અન્ય ઠેકાણે વાપરી ન શકાય, તો બોડેલીના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ તેમના તાલુકામાં સેવાસદનની કામગીરી કરવા અને કોલેજ બનાવવા અંગે માંગ કરી હતી. અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મેટ્રો ટ્રેનના આયોજનમાં મોટે પાયે વિલંબ થવાને મુદ્દે જણાવ્યું હતં કે, અન્ય મોટા શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે જ્યારે ગુજરાતમાં અધિકારીઓના કૌભાંડના પગલે કામ મંદગતિએ થઈ રહ્યું છે અને ખર્ચ પણ વધી ગયો છે.

    પુરક માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા જે અંદાજપત્રીય જોગવાઈ કરી હતી તેમાં ગ્રામ્ય સ્તરેથી શહેરી ક્ષેત્રે વધુ કામો માટે ખર્ચ કરાયેલા વધુ નાણાને કારણે પૂરક ખર્ચની માંગ કરાઈ છે,. માર્ગ સુવિધા માટે ગ્રામ્ય સ્તરે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો હાથ ધરાયા છે.

    નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મેટ્રો રેલમાં ખર્ચ વધવાના કારણોના જવાબ આપતાં જણાવ્યું કે, વાહન વ્યવહારની વધુ સરળતા માટે મેટ્રોની સુવિધાના કામની શરૂઆત આ સરકારે કરી છે અને આ માટેનું કામ ગ્લોબલ ટેન્ડરથી કરવામાં આવ્યું હોવા છતાં અમૂક કંપનીઓના કોર્ટમાં જવાથી સમયનો વધારો થતા વધારાની રકમની જરૂરિયાત ઉભી થઈ છે.

    શિક્ષણ ક્ષેત્રે કોલેજોની માંગણી સંદર્ભે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક તાલુકામાં કોલેજ ઉભી કરવાનો નિર્ણય આ સરકારે કર્યો છે, પરંતુ કોલેજ માટે જરૂરી જગ્યા સહિત અનેક વહીવટી બાબતોથી કામગીરીમાં વિલંબ થતો હોય છે.

    કૃષિ મંત્રીની તુવેરના ટેકાના ભાવ ઉપરાંત રાજ્યના નાણામંત્રી નિતીનભાઈ પટેલે પણ ગૃહમાં નિયમ 144 હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચને લગતી જાહેરાત કરી હતી.

    નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ વિધાનસભામાં જણાવ્યું હતું કે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ કરવાનો નિર્ણય ઝડપી લેવાને કારણે કર્મચારી ઓને તા. 1-1-2016 થી અત્યારસુધીના માત્ર સાત માસના સમયગાળાના પગાર તફાવતની રકમ ચૂકવવાની થાય છે તેમજ પેન્શનરોને 1-1-2016 થી તા. 30-9-2016 ના નવા માસના પેન્શન તફાવતની રકમ ચૂકવવાની થાય છે. રાજ્યના કર્મચારી મંડળો, મહામંડળો અને પેન્શરન મંડળો દ્વારા પગાર પેન્શન તફાવતની રકમ ચૂકવવા અંગેની માંગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનર્સના હીતમાં તફાવતની રકમ ત્રણ હપ્તામાં રોકડેથી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનર્સને સાતમા પગાર પંચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો માર્ચ માસમાં, બીજો હપ્તો મે માસમાં તેમજ ત્રીજો હપ્તો જુલાઈ માસમાં ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

    ભારત સરકાર દ્વારા વર્ષ 2017-18 માટે તુવેર માટેના ભાવ રૂપિયા 5450 પ્રતિ કવિન્ટલ જાહેર કર્યા છે. નાફેડ દ્વારા આ ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરાયું છે. ભારત સરકારે 1.28 લાખ મેટ્રીક ટન તુવેર ખરીદી માટે મંજૂરી આપી છે અને રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે.

    કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્મયાં વાવેતર વિસ્તારને ધ્યાનવમાં લઈને નાફેડ વતી રાજ્યની ત્રણ નોડેલ એજન્સી મારફતે રાજ્યના 22 જિલ્લામાં પ્રથમ તબક્કામાં 40 ખરીદ કેન્દ્રો શરૂ કરશે.

    વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન મોડાસાના ધારસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને તાપી માં છેલ્લા બે વર્ષમાં કેટલા શૌચાલય બનાવવમાં આવ્યા તેવા પ્રશ્નનાજવાબમાં ગ્રામ વિકાસ મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અરવલ્લીમાં કુલ 88 હજાર 286 અને તાપી જિલ્લામાં 52 હજાર 879 સૌચાલય બનાવાયા છે.

    ખેત ઉત્પાદન પ્રોસેસ અંગેની રકમ ફાળવવા સંદર્ભે ધારાસભ્ય જુનાગઢના ભીખાભાઇ જોશી દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્ય કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ખેત ઉત્પાદન પ્રોસેસ ઉદ્યોગ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ મિનિમલ પ્રોસેસીંગ એકમ શરૂ કરવા સહાય આપવામાં આવે છે, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સુગંધિતપાક પામારોઝના પ્રોસેસ માટે કેન્દ્ર પુરસ્કૃત નેશનલ હોર્ટીકલ્ચર મીશન હેઠળ રૂ.૯.૩૩ લાખ તેમજ સુગંધિત પાક પામારોઝના પ્રોસેસ માટે રાજ્ય સરકારના સંકલિત બાગાયત વિકાસકાર્યક્રમ હેઠળ રૂ.૨.૫૦ લાખ એમ કુલ રૂ.૧૧.૮૩ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે,

    કડીના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીએ વર્ષ ૨૦૧૬-૧૭માં કેટલા ડ્રાઇવીંગ લાયસન્સ ઇશ્યુ થયા હોવાના પ્રશ્નના જવાબમાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલેજણાવ્યું મહેસાણા આર.ટી.ઓ. કચેરી દ્વારા વર્ષ-૨૦૧૬-૨૦૧૭માં ૧૯,૩૦૦ નવા ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમજ ૨૦,૦૭૩ રીન્યુ કરવામાં આવ્યા છે, ડ્રાઇવીંગ લાયસન્સટેસ્ટ બાબતે વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, નવા ડ્રાઇવીંગ લાયસન્સ માટે જરૂરી તમામ ટેસ્ટમાંથી અરજદારે પસાર થવું પડે છે અને ત્યારબાદ જ લાયસન્સ અપાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply