Skip to main content
Settings Settings for Dark

India

Live TV

X

કેનેડાના PM ટ્રુડો દુનિયાની અજાયબી તાજ મહલની મુલાકાતે

ભારતની મુલાકાતે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એમના પરિવારજનોની સાથે આગરાના સુપ્રસિદ્ધ સ્મારક તાજમહલની મુલાકાત લીધી હતી. એમની સાથે એમના પત્ની સોફી તથા બાળકો ઝેવિયર, ઈલા-ગ્રેસ અને હેડ્રીન હતા. 46 વર્ષીય ટ્રુડો પીએમ મોદીના આમંત્રણને માન આપીને ભારત આવ્યા છે. તેઓ નવી દિલ્હીમાં જામા મસ્જિદ, ગુજરાતના ગાંધીનગરના અક્ષરધામ મંદિર તથા અમૃતસરના સુવર્ણ મંદિરની પણ મુલાકાત લેવાના છે. ટ્રુડો કેનેડાના સદ્દગત વડા પ્રધાન પીએર ટ્રુડોના પુત્ર છે.

Gujarati

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ભારતના પ્રવાસે આવવા રવાના

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ભારતના પ્રવાસે આવવા રવાના થઈ ગયા છે..આ અંગે કેનેડાના પીએમે ટ્વીટ કરીને ફોટો પોસ્ટ કર્યો છે..સાત દિવસના પ્રવાસમાં કેનેડાના પીએમ નવી દિલ્હી ઉપરાંત આગરા, મુંબઈ, અમૃતસર અને અમદાવાદની મુલાકાત લેશે.વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી સુધી ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન કનિદૈ લાકિઅ કનિદૈ લાકિઅ આંતકવાદ સામે લડાઈ, ઉર્જા અને વેપાર જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે.

Gujarati

ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ સફળતાપૂર્વક સંપન્ન

ખેલો ઈન્ડિયા સ્કુલ ગેમ્સ , સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ગુરૂવારે ખેલો ઈન્ડિયા સ્કુલ ગેમ્સ સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં રમત-ગમત મંત્રીએ , વિજેતા ટીમને ટ્રોફી આપી હતી. ખેલોમાં હરીયાણાએ પ્રથમ, મહારાષ્ટ્રે દ્વિતીય , જ્યારે દિલ્હીએ તૃતિય સ્થાન મેળવ્યું છે. ખેલ મંત્રી રાજ્ય વર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું , કે ફીટ અને સ્પોટી રાષ્ટ્રની યાત્રા , હવે શરૂ થઈ છે. તેમણે કહ્યું હતું , કે દરેક શાળા અને પરિવારોને નિવેદન છે , કે જીવનમાં શિક્ષણની સાથે સાથે , રમત ખૂબ જ જરૂરી છે. જેથી દરરોજ રમત રમવી અનિવાર્ય છે.

Gujarati

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કરી આર્થિક નીતિની જાહેરાત

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ વર્ષની છેલ્લી અને છઠ્ઠી દ્વિમાસિક આર્થિક નીતી જાહેર કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં ઘટાડા અંગેના નિર્ણયો જાહેર કરાયા છે. કેન્દ્રીય બજેટ 2018-19 પછીની આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં પ્રમુખ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે મુજબ રેપોરેટ ૬ ટકા અને રીવર્સ રેપો રેટ ૫.૭૫ જે છે. તેને યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારી દર ૧ ટકા વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપોરેટમાં ૦.૨૫ ટકા ઓછો કરવામાં આવ્યો હતો જે બાદ રેપોરેટ ૬ ટકા થયો છે
 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply