મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી
મુખ્યમંત્રી રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો, અગ્રણી ઉદ્યોગકારો સાથે યોજાયેલી જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ - સ્વદેશી અભિયાન અંગેની વિડીયો કોન્ફરન્સને ગાંધીનગરથી સંબોધન કરી રહ્યા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા તેમજ રાજ્યભરના 225 જેટલા ઉદ્યોગ સંગઠનો અને 3500થી વધુ વેપાર-ઉદ્યોગકારો સહભાગી થયા હતા.