રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ યોગ કેમ્પનો પાંચ લાખથી વધુ યોગ પ્રેમી નાગરિકોએ લીધો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતના નેતૃત્વમાં રાજ્યભરમાંથી પ્રતિ વર્ષ પાંચ લાખથી વધુ નાગરિકો યોગ કેમ્પમાં સહભાગી થઈને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાઈને પોતાના સ્વાસ્થની કાળજી લઇ રહ્યા છે.