Skip to main content
Settings Settings for Dark

Live TV

X

'સેમિકોન ઇન્ડિયા 2025' વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત સ્થિરતાનું પ્રતીક : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

રાષ્ટ્રીય રાજધાનીમાં યશોભૂમિ ખાતે 'સેમિકોન ઇન્ડિયા 2025' ના ઉદ્ઘાટન પ્રસંગે, કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વૈશ્વિક ઉદ્યોગ નેતાઓને ભારતમાં રોકાણ કરવા વિનંતી કરી અને એ વાત પર પ્રકાશ પાડ્યો કે દેશના સેમિકોન્ડક્ટર મિશનને પારદર્શક અને વ્યાવસાયિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

અમે સેમિકોન્ડક્ટર મિશનને પારદર્શક અને વ્યાવસાયિક રીતે સંચાલિત કર્યું

Gujarati

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 21મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત

રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Gujarati

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઘણા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

3 સપ્ટેમ્બર: નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દીવ અને દાદરા અને નગર હવેલી માટે યલો એલર્ટ છે.

Gujarati

ટ્રમ્પની ભારત નીતિની અમેરિકી નિષ્ણાતની તીવ્ર ટીકા, તેને 'મોટી ભૂલ' ગણાવી

મિયરશેઇમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે "આ અમારા તરફથી એક મોટી ભૂલ છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ અહીં શું થઈ રહ્યું છે? આ ગૌણ ટેરિફ ભારત સાથે કામ કરશે નહીં. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રશિયાથી તેલ આયાત કરવાનું બંધ કરશે નહીં. ભારતીયો ઝૂકવાના નથી." ભારત-અમેરિકાના સંબંધો 'ઝેરી' બન્યા

Gujarati

રાષ્ટ્રીય પોષણ સપ્તાહ: ડોક્ટરોની સલાહ, સ્વાદ કરતાં સ્વાસ્થ્ય પર કરો વધુ ધ્યાન કેન્દ્રિત

દરમિયાન, ડૉ. એમ.કે. દિક્ષિતે જણાવ્યું હતું કે આજકાલ બાળકો કાં તો નબળા પડી રહ્યા છે અથવા સ્થૂળતાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે તેઓ મોટે ભાગે જંક ફૂડ અને બહારનો ખોરાક પસંદ કરે છે. તેમણે જણાવ્યું હતું કે લગભગ તમામ જરૂરી પોષક તત્વો દાળ, ભાત, શાકભાજી અને રોટલી જેવા પરંપરાગત ખોરાકમાં જોવા મળે છે. જો તેની સાથે મોસમી ફળો અને સલાડનો પણ સમાવેશ કરવામાં આવે તો ખોરાક સંતુલિત બને છે. ડૉ. દિક્ષિતે કહ્યું કે સ્વાદ કરતાં સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે અને ઘરે બનાવેલા ખોરાકને દૈનિક આહારનો ભાગ બનાવવો જોઈએ.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન પહોંચ્યા, SCO સમિટમાં આપશે હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ચીનના તિયાનજિન પહોંચ્યા. ચીનના ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રી લી લેચેંગ, તિયાનજિન સરકારના ડિરેક્ટર યુ યુનલિન અને ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે ​​પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેઓ અહીં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપશે. સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સમિટમાં ભાગ લેનારા ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી અપેક્ષા છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં કહ્યું, "હું ચીનના તિયાનજિન પહોંચી ગયો છું. SCO સમિટમાં વિવિધ વિશ્વ નેતાઓ સાથે ચર્ચા અને મુલાકાતની રાહ જોઈ રહ્યો છું.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી અને તેમના પત્નીને અનોખી ભેટો આપી, સાંસ્કૃતિક સંબંધોને આપી નવી તાકાત

પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રીને કિંમતી પથ્થરો અને ચાંદીના ચૉપસ્ટિક્સથી બનેલો બાઉલ સેટ ભેટમાં આપ્યો છે. આ અનોખો સેટ ભારતીય કારીગરી અને જાપાની ખાદ્ય પરંપરાનો સંગમ છે. તેમાં એક મોટો બ્રાઉન મૂનસ્ટોન બાઉલ, ચાર નાના બાઉલ અને ચાંદીના ચૉપસ્ટિક્સનો સમાવેશ થાય છે. તેની ડિઝાઇન જાપાનના ડોનબુરી અને સોબા ખાવાની વિધિઓથી પ્રેરિત છે.

Gujarati

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી તા.1 સપ્ટેમ્બર,2025થી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરવાની રહેશે

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે.જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારઓને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, આ પોર્ટલ સંદર્ભે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે.

Gujarati

સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં

કેનેડામાં રહેતા આ યુવાનને લગ્નના કપડાંનું બુકિંગ રદ કરવા છતાં વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને X (ટ્વિટર) પર ગુજરાત પોલીસને ટ્વીટ કરીને ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વેપારીએ બીજા જ દિવસે નાણાં પરત કર્યા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની GP-SMASH ટીમને તથા વડોદરા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે. 

Gujarati

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ હતી. વૈદિક મંત્રોચ્ચારથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.રાજ્યપાલએ કહ્યું કે, મહર્ષિ દયાનંદનું જીવન સંઘર્ષ, બલિદાન અને હિંમતથી ભરેલું હતું. તેમણે મૂર્તિપૂજા, જાતિવાદ અને કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સમાજને જાગૃત બનાવવાનું કામ કર્યું હતું. તેમના શબ્દો અને વિચારોએ સ્વતંત્રતા ચળવળને નવી ચેતના આપી હતી. મહાત્મા ગાંધી, લાલા લજપત રાય, સ્વામી શ્રદ્ધાનંદ જેવા અનેક મહાપુરુષોએ તેમનામાંથી પ્રેરણા લીધી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply