Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાષ્ટ્રપતિ મૂર્મૂ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ આજે રાષ્ટ્રને કરશે સંબોધિત

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ દેશને સંબોધન કરશે. આ સંબોધન આજે સાંજે સાત વાગે આકાશવાણીના સંપુર્ણ નેટવર્ક પર પ્રસારિત થશે. દુરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. દુરદર્શનની તમામ પ્રાદેશીક ચેનલ પર પ્રાદેશીક ભાષામાં સંબોધન પ્રસારીત થશે. આકાશવાણી રાત્રે સાડા નવ કલાકે પ્રાદેશીક ભાષામાં રાષ્ટ્રપતિના સંબોધને પ્રસારિત કરશે. 79મા સ્વાતંત્ર્ય પર્વની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.

પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી ભાષણ આપશે

Gujarati

રશિયાને ભોગવવા પડશે ગંભીર પરિણામ: પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પની ચેતવણી

અમેરીકાના રાષ્ટ્રપતિ ડ઼ોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, જો રશીયા યુક્રેન સાથે ચાલી રહેલા સંધર્ષને અટકાવશે નહી તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. કેનેડી સેન્ટરમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો રશિયા યુધ્ધ વિરામ માટે સહમત થતું નથી તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. જેમાં ટેરીફ અને પ્રતિબંધ પણ હોય શકે છે. 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાનારી બેઠક પહેલાં આ નિવેદન સામે આવ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે જો પ્રથમ બેઠક સફળ રહેશે તો તેઓ બીજી બેઠક માટે પણ પ્રસ્તાવ રજુ કરશે.

Gujarati

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે 100 છોડ વાવવામાં આવ્યા

આંતરરાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વૃક્ષારોપણ અભિયાનનો બીજો તબક્કો સફળતાપૂર્વક યોજાયો હતો. હરિયાળું ભવિષ્ય સર્જવાના ક્લબના સંકલ્પના ભાગરૂપે, વિસ્તારના વાતાવરણ અને પર્યાવરણને અનુકૂળ એવી 100 સ્થાનિક જાતિના રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ કાર્યમાં પાલીતાણા શહેરની શાળાના 25 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. યુવાનોની ઊર્જા અને જિજ્ઞાસાએ કાર્યક્રમને વધુ વિશિષ્ટ બનાવી દીધો હતો. ક્લબના સભ્યોએ, અધ્યક્ષ નમૃતા ચઢ્ઢાના નેતૃત્વ હેઠળ, કુદરતના સંરક્ષણ અને પૃથ્વીની રક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

Gujarati

તિરંગાના રંગમા રંગાયું અમદાવાદ,  CMની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા નીકળી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું.

Gujarati

ગાંધીનગર પોલીસ ઉપ-મહાનિરીક્ષક, CRPFનાં નેતૃત્વ હેઠળ 'હર ઘર તિરંગા અભિયાન 2025'નું ત્રણ તબક્કામાં કરાયુ આયોજન

સાંસ્કૃતિક મંત્રાલયના સંરક્ષણ હેઠળનું આ અભિયાન રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને પોતાના ઘર -ઘર રાષ્ટ્રીય ધ્વજ લગાવવા તથા ભારતની સ્વતંત્રતાના અવસર પર ધ્વજ ફરકાવવાનો અને દેશ લાગણી પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાન તિરંગાની ભાવનાથી બંધાયેલી સામૂહિક ઓળખ, સ્વતંત્રતા અને એકતાનો ઉત્સવ છે.

Gujarati

રાજ્યના 25 જિલ્લાની કુલ 332 દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા પાડીને તપાસ હાથ ધરાઈ

જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે આજે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના 25 જિલ્લાની કુલ 332  જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ 126 એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. 5,91,500 રકમ વસૂલ કરવામાં આવી હતી.

Gujarati

‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ થયો પૂર્ણ

જ્યાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ તમામ વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા અને સુરત એરપોર્ટના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા, તેમના રોચક અનુભવો જાણ્યા હતા. તાપીના તારલાઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા હતા.

Gujarati

ભારત-સિંગાપોર સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા તરફ એક મોટું પગલું, ત્રીજી મંત્રી સ્તરીય બેઠક યોજાઈ

આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધો અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.ભારત તરફથી, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર,નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બેઠકમાં ભાગ લીધો હતો. બીજી તરફ, સિંગાપોર તરફથી, નાયબ પ્રધાનમંત્રી ગાન કિમ યોંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ બાબતોના સંકલન મંત્રી કે. શાનમુગમ, વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન, ડિજિટલ વિકાસ અને માહિતી મંત્રી જો ટીઓ, શ્રમ મંત્રી ડૉ. ટેન સી લેંગ અને પરિવહન બાબતોના કાર્યકારી મંત્રી જેફરી સીઓએ ભાગ લીધો હતો.

Gujarati

મોસ્કોમાં વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર સંરક્ષણ અને રાજદ્વારી મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રશિયન વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત

 

આ આગામી મીટિંગ 15 જુલાઈના રોજ તેમની અગાઉની ચર્ચાને અનુસરે છે, જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિદેશ મંત્રીઓની બેઠકની બાજુમાં થઈ હતી. અગાઉ ફેબ્રુઆરીમાં, બંને નેતાઓએ જોહાનિસબર્ગમાં પણ બેઠક યોજી હતી, જ્યાં તેઓએ ભારત-રશિયા દ્વિપક્ષીય સહયોગની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.

Gujarati

8 નાણાકીય વર્ષોમાં UPI વ્યવહારોમાં 114 ટકાનો વધારો: કેન્દ્ર

વધુમાં, EASE (એન્હાન્સ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ) સુધારાને કારણે ગવર્નન્સ, વિવેકપૂર્ણ ધિરાણ, જોખમ વ્યવસ્થાપન, ટેક્નોલોજી, ડેટા આધારિત બેંકિંગ અને પરિણામલક્ષી માનવ સંસાધન પ્રથાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply