Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગાંધીનગરમાં ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર સેમિનાર યોજાયો

આ સેમિનાર ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ભારતનું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર ‘આત્મનિર્ભર ભારત’ના રાષ્ટ્રીય વિઝન અને વિકસિત ભારત @2047ના વ્યૂહાત્મક રોડમેપ દ્વારા સંચાલિત ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના શ્રાવણ માસના ત્રીજા સોમવારે કર્યા દર્શન

તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી. હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂ. 18 કરોડના કામો અને બીજા તબક્કામાં રૂ. 4.22 કરોડના અનુદાનથી ગર્ભ ગૃહ, સભામંડપ, શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરુમાં 22,800 કરોડ રૂપિયાના મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, ત્રણ વંદે ભારત ટ્રેનોને આપી લીલી ઝંડી

તેમણે બેંગલુરુ મેટ્રો ફેઝ-2 ની યલો લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જે 19 કિમીથી વધુ લાંબી છે અને તેમાં 16 સ્ટેશન છે. આ પ્રોજેક્ટ લગભગ 7,160 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયો છે. યલો લાઇન આરવી રોડ (રાગીગુડ્ડા) થી બોમ્માસંદ્રા સુધી જશે અને તેના ઉદઘાટન સાથે, બેંગલુરુ મેટ્રો નેટવર્કની કુલ લંબાઈ 96 કિમીથી વધુ થઈ ગઈ છે.

Gujarati

ઓપરેશન સિંદૂર ભારતની સ્વદેશી શક્તિનો પુરાવો: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

તેમણે રવિવારે મધ્યપ્રદેશના ઉમરિયામાં BEML રેલ હબ ફોર મેન્યુફેક્ચરિંગ (BRAHMA)નો શિલાન્યાસ કરતી વખતે આ વાત કહી. દેશમાં આધુનિક રોલિંગ સ્ટોક (રેલ્વે ટ્રેક પર ચાલતા બધા વાહનો) બનાવવા માટે આ ગ્રીનફિલ્ડ રેલ ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવામાં આવશે. તેમણે ઓપરેશન સિંદૂરને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ ગણાવ્યો અને કહ્યું કે ભારત કોઈને ઉશ્કેરતું નથી, પરંતુ જે કોઈ ઉશ્કેરે છે તેને બક્ષવામાં આવશે નહીં.

Gujarati

રક્ષાબંધનને પગલે ગુજરાતની વિવિધ જેલોમાં ભાવુક દ્રશ્યો: બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી

રક્ષાબંધનના પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી સહિતની વિવિધ જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર એ ખાસ આયોજન કર્યું હતું. લાંબા સમય બાદ આ પાવન પર્વ પર જેલમાં ભાઈ-બહેન મળતા હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યા હતા. રાખડી બાંધતા સમયે ભાઈઓ-બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં અને એકબીજાને ભેંટી પડ્યાં હતાં. અહીં કેટલીક બહેનોએ ભાઈ જલ્દી જેલમાંથી છુટી બહાર આવે તે માટે ભગવાન અને સરકારને પ્રાર્થના કરી હતી તો બીજી તરફ કેદી ભાઈઓએ પણ બહેનને ભેટ સ્વરૂપે પર્યાવરણના જતન માટે એક છોડ આપ્યો હતો.

Gujarati

PM મોદીની કર્ણાટક મુલાકાત: બેંગલુરુ મેટ્રો યલો લાઇનનું ઉદ્ઘાટન કરશે, વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટના રોજ કર્ણાટકના પ્રવાસે જશે. તેઓ સવારે 11 વાગ્યે બેંગલુરુના KSR રેલવે સ્ટેશન પર 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. ત્યારબાદ તેઓ બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને આરવી રોડ (રાઘીગુદ્દા)થી ઇલેક્ટ્રોનિક સિટી સુધી મેટ્રો દ્વારા મુસાફરી કરશે. બપોરે 1 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં અનેક શહેરી પરિવહન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી બેંગલુરુ મેટ્રો ફેઝ-2ની યલો લાઇનનું ઉદ્ઘાટન કરશે, જે આરવી રોડ (રાઘીગુદ્દા)થી બોમ્માસન્દ્રા સુધી બનાવવામાં આવશે.

Gujarati

તાપીના સોનગઢના લીંબી ત્રણ રસ્તા નજીક અકસ્માતમાં ત્રણના મોત, એક ઘાયલ

તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામ સામે અથડાયા હતા અને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા હતા. એક યુવકની હાલત ગંભીર હોવાથી હાલ યુવક સારવાર હેઠળ દાખલ છે. મૃતક યુવકો આજુબાજુ ગામના હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ વસાવા,સુરેશ વસાવા અને આનંદ વસાવા નામના યુવકના મોત નીપજ્યા હતા. ઉકાઈ પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી હતી.

અગાઉ પણ બનેલી અકસ્માતની ઘટના 

Gujarati

દિલ્હીના જૈતપુરમાં ભારે વરસાદને કારણે સમાધી સ્થળની દિવાલ ધરાશાયી, 7ના મૃત્યુ

દિલ્હીમાં ભારે વરસાદના કારણે જૈતપુર વિસ્તારમાં એક સમાધિ સ્થળની દીવાલ તૂટી પડી.હરિનગરના બાબા મોહનરામ મંદિર પાસે થયેલી દુર્ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા. સુચના મળતા દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે રાહત અને બચાવ કામગીરી કરી. કાટમાળ હેઠળ દબાયેલા 7 લોકોનું મોત થયું છે. ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્સના ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ટીમ દ્વારા લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી: DCP

Gujarati

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર વિમાન તોડી પાડ્યા: વાયુસેના પ્રમુખ

ઓપરેશન સિંદુર વિશે ભારતીય વાયુ દળના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી.સિંહે મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક AWACS વિમાન તોડી પાડ્યું હતું. બેંગલુરુમાં આયોજિત 16મા એર ચીફ માર્શલ 'એલ.એમ.કાત્રે વ્યાખ્યાન'ને  સંબોધતા આ માહિતી આપી હતી. વધુમાં તેમણે વીડિયો ફૂટેજ સાથે વિગતવાર વાત કરતા તેમણે શાહબાઝ જેકોબાદ એરબેઝ પરના હુમલાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મિસાઇલોએ F-16 જેવા કેટલાક વિમાનોનો નાશ કર્યો. તેમણે કહ્યું કે, ભારતીય હુમલાઓ સારી રીતે વિચારીને કરવામાં આવ્યા હતા અને ત્રણેય દળો વચ્ચે સંપૂર્ણ સંકલન હતું.

Gujarati

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યાદગાર રક્ષાબંધન, બિનવારસી દર્દીઓ સાથે પર્વની ઉજવણી

રક્ષાબંધનના પવિત્ર પર્વે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રેમ અને કરુણાના હ્રદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે બિનવારસી દર્દીઓને રાખડી બાંધી ભાઈ-બહેનના સ્નેહનું અનોખું બંધન જોડ્યું હતું. મીઠાઈ વહેંચી અને સ્નેહભરી વાતો સાથે દર્દીઓના ચહેરા પર ખુશીના ચમકતા ભાવ ઝળકી ઉઠ્યા હતા. સિવિલ હોસ્પિટલ સ્ટાફથી લઈને રોગી કલ્યાણ સમિતિના સભ્યો સુધી સૌએ આ કાર્યક્રમમાં ભાગ લઈને માનવીય મૂલ્યોને જીવંત બનાવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે શું કહ્યું?

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply