Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારતીય રેલવેની મોટી જાહેરાત, દિવાળી-છઠ માટે ટ્રેન ટિકિટ પર મળશે ડિસ્કાઉન્ટ

તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધનના થોડા દિવસો પછી ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને પછી છઠ પૂજા સુધી ધૂમધામ રહેશે. આ ધૂમધામ ફક્ત ઘર અને બજારમાં જ નહીં, તેની સૌથી વધુ અસર ટ્રેનોમાં પણ જોવા મળે છે. તહેવારોની મોસમ દરમિયાન દર વખતે ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે દ્વારા ખાસ આયોજન કરવામાં આવે છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળાના બાળકો સાથે ઉજવી રક્ષાબંધન

દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. ભાઈ-બહેનના સંબંધને સમર્પિત આ તહેવાર પર, દિલ્હીના લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે એક ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી.

Gujarati

ગાંધીનગર રાજભવન ખાતે CM ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજભવનમાં આવેલા દયાનંદ હોલ ખાતે આજે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને મહિલા ધારાસભ્યો, ગાંધીનગરના મેયર સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી દિવ્યાંગ સહિતની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધીને તેમને દીર્ઘાયુના આશીર્વાદ આપીને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Gujarati

રક્ષાબંધન નિમિતે બહેનો માટે BRTSમાં નિઃશુલ્ક મુસાફરી - અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા 9 ઑગસ્ટે વિશેષ વ્યવસ્થા

તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. BRTSમાં  રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઑગસ્ટના રોજ સવારના 6:00 વાગ્યાથી રાત્રિના 10:45 વાગ્યા સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

Gujarati

ગાંધીધામ અને સાબરમતી રેલ્વે સ્ટેશનો પર હેલ્થ ચેકઅપ કેમ્પનું કરવામાં આવ્યુ સફળ આયોજન

આ કેમ્પમાં 80 થી વધુ રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમની વિસ્તૃત હેલ્થ પરીક્ષણ કરવામાં આવ્યું હતુંઆ હેલ્થ ચેકઅપ કેમ્પમાં, ડોકટરોએ કર્મચારીઓની ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર (BP), ઇસીજી  અને સામાન્ય શારીરિક તપાસ (GPE) ની તપાસ કરી હતી, કેમ્પમાં હાઈ બ્લડ પ્રેશર ના 7 અને ડાયાબિટીસના 4 નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જરૂરી પરામર્શ પણ આપવામાં આવ્યો હતો.

Gujarati

રાષ્ટ્રપતિ પુતિનની ટૂંક સમયમાં ભારત મુલાકાત,બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે

જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ દ્વારા રશિયાની મુલાકાત દરમિયાન આપવામાં આવેલા નિવેદનને ટાંકીને જણાવાયું છે.મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુ સાથે મુલાકાત દરમિયાન, ડોભાલે કહ્યું, "અમે હવે ખૂબ સારા સંબંધો સ્થાપિત કર્યા છે, જેને અમે ખૂબ મહત્વ આપીએ છીએ. આ એક વ્યૂહાત્મક ભાગીદારી છે. અમે ઉચ્ચ સ્તરે વાતચીત કરી રહ્યા છીએ. અમને એ જાણીને આનંદ થયો કે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત આ મહિનાના અંતમાં નક્કી કરવામાં આવી છે."

Gujarati

ગુજરાતભરમાં સ્વસ્થ આદતોને પ્રોત્સાહન આપવા માટે "હેલ્થ મેટર્સ" શ્રેણીમાં GUJCOST દ્વારા બીજી આરોગ્ય જાગૃતિ ચર્ચાનું કરાયુ આયોજન

આ શ્રેણી સ્વસ્થ પ્રથાઓ વિશે જાગૃતિ લાવવા અને સમુદાયને સામાન્ય રોગો અને તેમના નિવારણ વિશે શિક્ષિત કરવા માટે રચાયેલ છે.

GUJCOST એ આજે તેની ચાલી રહેલી "હેલ્થ મેટર્સ" જાગૃતિ શ્રેણીમાં બીજી આરોગ્ય જાગૃતિ ચર્ચાનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ ચર્ચાનો વિષય "ચેપી અને વાહકજન્ય રોગો પર નિયંત્રણ" હતો. આ સત્રનું આયોજન હાઇબ્રિડ મોડમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) અને લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક પર 2,000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ખેતી બેંક દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

એમાં પણ ગુજરાતની સહકારી બેંકોએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યુ છે. ખેતી બેંક પણ રાજ્યના ખેડૂતો માટે વિશ્વાસનું પ્રતીક બની છે. મુખ્યમંત્રીએ ખેતી બેંકને છેલ્લા ત્રણ વર્ષથી ઝીરો ટકા એન.પી.એ. માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બેંક દ્વારા ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળે તે હેતુથી લોનનાં નિયમોમાં સરળતા લાવવા બેંકે નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકરણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થાની સરાહના કરી હતી. 

Gujarati

ગુજરાતની 53 હજાર આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ જવાનો માટે મોકલી

રાજ્યની 53 હજાર જેટલી આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપે તૈયાર કરી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના જવાનોને ગાંધીનગરમાં પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.ગુજરાતની આ પહેલને ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યુ છે તે અંગેનું સર્ટીફિકેટ અને મેડલ ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.  

Gujarati

ધારાલી અકસ્માત: 274 લોકોને બચાવી લેવામાં આવ્યા, 814 બચાવ કાર્યકરો રાહત કાર્યમાં રોકાયેલા

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અપડેટ મુજબ, અત્યાર સુધીમાં કુલ 274 લોકોને ગંગોત્રી અને અન્ય વિસ્તારોમાંથી હર્ષિલ લાવવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના 131, મહારાષ્ટ્રના 123, મધ્યપ્રદેશના 21, ઉત્તરપ્રદેશના 12, રાજસ્થાનના 6, દિલ્હીના 7, આસામ અને કર્ણાટકના 5-5, તેલંગાણાના 3 અને પંજાબના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને ઉત્તરકાશી અથવા દેહરાદૂન મોકલવામાં આવી રહ્યા છે.

બચાવ કામગીરીમાં એરફોર્સ ચિનૂક અને MI-17 સહિત કુલ 6 હેલિકોપ્ટર રોકાયેલા છે

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply