નિકોલસ પૂરને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
થોડા દિવસો પહેલા જ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારબાદ બીજા એક પ્રખ્યાત વિકેટકીપર-બેટ્સમેનની નિવૃત્તિએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા.નિવૃત્તિની જાહેરાત કરતા, 29 વર્ષીય નિકોલસ પૂરને તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "ઘણા વિચાર અને વિચાર-વિમર્શ પછી, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ રમત જેને આપણે પ્રેમ કરીએ છીએ તેણે ઘણું આપ્યું છે અને આપતી રહેશે. મરૂન જર્સી પહેરીને, રાષ્ટ્રગીત માટે ઉભા રહીને, અને જ્યારે પણ હું મેદાન પર પગ મૂકું છું ત્યારે મારું સર્વસ્વ આપી દઉં છું...