પાટણ જિલ્લામાં 29 મેના રોજ સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
જિલ્લામાં બી.પી.સી.એલ ટર્મિનલ, સિધ્ધપુર, આઇ.ઓ.સી.એલ. ટર્મિનલ, સિધ્ધપુર, જી.આઇ.ડી.સી. સિધ્ધપુર, સિધ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા,આઇઓસીએલ પાઇપલાઇન યુનિટ, રાધનપુર, એચપીસીએલ પંપીંગ સ્ટેશન, સાંતલપુર અને બોર્ડર પરના આઠ ગામો એમ કુલ 18 લોકેશન પર આ મોકડ્રીલ યોજવામાં આવશે. રાતે 8 થી 8:30 કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેક આઉટ પાળવામાં આવશે.