દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.જેને લઈને તાપમાનમાં પણ વધારો થશે.આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે..દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.હવામાન વૈજ્ઞાનિક એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું..તેની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે.જેને કારણે રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતા પહેલા થવાનું હતું. તે હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.