આંતરરાષ્ટ્રીય
Live TV
-
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અંગે હું નેતન્યાહૂથી નિરાશ નથી: ડોનાલ્ડ ટ્રમ્પ
17-05-2025 | 8:46 am
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં તેઓ ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂથી 'નિરાશ' નથી. "ના, જુઓ, તેની પરિસ્થિતિ મુશ્કેલ છે. તમારે યાદ રાખવું પડશે કે 7 ઓક્ટોબર એક એવી ઘટના હતી જેને બધા ભૂલી જાય છે. જ્યારે તમે ટેપ જુઓ છો ત્યારે તે વિશ્વના ઇતિહાસમાં, ફક્ત મધ્ય પૂર્વમાં જ નહીં, પરંતુ વિશ્વના ઈતિહાસમાં સૌથી હિંસક દિવસોમાંનો એક હતો," ટ્રમ્પે અબુ ધાબીથી ફોક્સ ન્યૂઝના બ્રેટ બેયર સાથેની મુલાકાતમાં કહ્યું. "આ ક્યારેય સમસ્યા ન હોવી જોઈએ."
-
તુર્કી-અઝરબૈજાનને ફટકો, વેપાર માટે ભારતીય વેપારી સમુદાયે સંપૂર્ણ બહિષ્કાર કર્યો
16-05-2025 | 7:27 pm
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના રાષ્ટ્રીય વેપાર પરિષદમાં ભારતીય વેપાર નેતાઓએ તુર્કી અને અઝરબૈજાન સાથેના તમામ પ્રકારના વેપાર અને વ્યવસાયિક સંબંધોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી. આ નિર્ણયમાં મુસાફરી, પર્યટન, ફિલ્મ નિર્માણ અને કોર્પોરેટ પ્રમોશનલ પ્રવૃત્તિઓ પણ આવરી લેવામાં આવી છે.
-
ભારત સાથે દગો કરવો તુર્કીને મોંઘો પડ્યો, તુર્કી કંપની સેલેબીના શેર 10 ટકા ઘટ્યાં
16-05-2025 | 3:47 pm
શુક્રવારે ભારતમાં સુરક્ષા મંજૂરી રદ થયા બાદ તુર્કીની ગ્રાઉન્ડ-હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો. છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોમાં સેલેબી એરપોર્ટ સર્વિસીસના શેર લગભગ 30 ટકા ઘટ્યા છે.
-
-
-
-
સંભવિત પ્રતિબંધોમાં રાહત અંગે યુએસ પ્રમુખે આપેલા નિવેદનને સીરિયાનું સમર્થન
13-05-2025 | 8:22 am
સીરિયાના વિદેશી અધિકારીઓએ દમાસ્કસ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને સંભવિત રીતે હટાવવા અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ટિપ્પણીનું સ્વાગત કર્યું, અને આ ટિપ્પણીઓને સીરિયન લોકોના દુઃખને દૂર કરવા તરફ એક પ્રોત્સાહક પગલું ગણાવ્યું.
-
અફઘાનિસ્તાનમાં ચેસ પર પ્રતિબંધ ! તાલિબાને કહ્યો જુગારનો એક પ્રકાર
12-05-2025 | 8:53 am
તાલિબાન વહીવટીતંત્રે અફઘાનિસ્તાનમાં ચેસ રમવા અને તેને લગતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. રમતગમત નિર્દેશાલયના પ્રવક્તાએ કહ્યું કે, ચેસને જુગારનો એક પ્રકાર માનવામાં આવે છે.
-
તિબેટમાં ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા
12-05-2025 | 12:47 pm
આ ભૂકંપની અસર ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ અનુભવાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની માહિતી મુજબ, રવિવારે મધ્યરાત્રિ પછી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
-
સુદાનમાં જેલ પર ડ્રોનથી હુમલો, 19 કેદીઓના મોત
11-05-2025 | 12:02 pm
જેલની ઇમારત પાસે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "ત્રણ ડ્રોનથી પાંચ મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી ત્રણ સીધી જેલની ઇમારત અને કેદીઓ જ્યાં રોકાયા હતા તે વિસ્તાર પર પડી હતી,"
-
ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટે ભારત અને પાકિસ્તાનની કરી પ્રશંસા, કહ્યું- આપણે સાથે મળીને કાશ્મીર મુદ્દો ઉકેલીશું
11-05-2025 | 11:39 am
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું, "હું ભારત અને પાકિસ્તાનના મજબૂત અને સમજદાર નેતૃત્વની ખૂબ પ્રશંસા કરું છું, જેમણે પોતાની બુદ્ધિ અને ધીરજથી સમયસર સમજી લીધું કે વધુ લડાઈ બંધ કરવી જરૂરી છે. કારણ કે યુદ્ધના વિનાશક પરિણામો આવી શક્યા હોત. લાખો સારા અને નિર્દોષ લોકો માર્યા ગયા હોત. તમારા આ હિંમતવાન નિર્ણયને કારણે તમારું નામ અને સન્માન વધ્યું છે."
-
-
શ્રીલંકામાં થયું હેલિકોપ્ટર ક્રેશ
09-05-2025 | 6:13 pm
હેલિકોપ્ટર દુર્ઘટનામાં લશ્કરી જવાનોના થયા મોત
-
-
પાકિસ્તાન-ભારત તણાવ પર યુએન સેક્રેટરી જનરલનો સંદેશ, સંયમ રાખવાની અપીલ
06-05-2025 | 10:00 am
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી.
-
ચીન: ક્વિચૌ બોટ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત, રાષ્ટ્રપતિએ કડક સૂચના આપી
06-05-2025 | 11:23 am
4 મે (રવિવાર)ના રોજ સાંજે 4:40 વાગ્યે, દક્ષિણપશ્ચિમ ચીનના ગુઇઝોઉ પ્રાંતના કિઆનક્સી શહેરમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ પર એક મોટો અકસ્માત થયો, જ્યારે નદીમાં ઘણી પર્યટક બોટ પલટી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં કુલ 84 લોકો પાણીમાં પડી ગયા હતા.
-
અમેરિકન ફિલ્મ ઉદ્યોગને પુનર્જીવિત કરવા વિદેશી સિનેમા પર ટ્રમ્પની ટેરિફ સ્ટ્રાઇક
05-05-2025 | 12:10 pm
અમેરિકન ફિલ્મ ઉદ્યોગને પુનર્જીવિત કરવાના હેતુથી વિદેશી સિનેમા પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવ્યો છે. જેમાં USની બહાર બનનારી ફિલ્મો પર ડોનાલ્ડ ટ્રમ્પે 100 ટકા ટેક્સ lલાદ્યો છે.
-
પાકિસ્તાન પાસે દારૂગોળાની ભારે અછત, તેના માટે ચાર દિવસ પણ યુદ્ધમાં ટકી રહેવું મુશ્કેલ
04-05-2025 | 8:57 am
જો યુદ્ધ થાય તો પાકિસ્તાન ભારત સામે માત્ર 4 દિવસ ટકી શકશે, દારૂગોળાની અછતનો સામનો કરી રહી છે PAK આર્મી
-
આર્જેન્ટિનામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી, દરિયાકિનારાને ખાલી કરવાની સૂચના
03-05-2025 | 8:37 am
દક્ષિણ અમેરિકી દેશ આર્જેન્ટિનામાં 7.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ... ભૂકંપના પગલે સુનામીની ચેતવણી કરવામાં આવી જાહેર...ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે આવ્યો હતો... ભૂકંપનું કેન્દ્ર આર્જેન્ટિનાના દક્ષિણી રાજ્ય ઉશુઆઈયાથી 222 કિમી દૂર સમુદ્રમાં ડ્રેક પેસેજમાં નોંધાયું
-
ભારતની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ બ્લોક
02-05-2025 | 8:18 pm
શુક્રવારે ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટને બ્લોક કરી દીધું. શરીફની ચેનલ ભારત સરકાર દ્વારા બ્લોક કરાયેલ સૌથી હાઇ-પ્રોફાઇલ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે.
-
પાકિસ્તાની નેતાનો મોટો ખુલાસો: 'હા, આપણે આતંકવાદને સાથ આપ્યો'
02-05-2025 | 2:32 pm
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું છે કે તેમના દેશનો ભૂતકાળ આતંકવાદી સંગઠનોને ટેકો આપવાનો રહ્યો છે. ભુટ્ટોની આ ટિપ્પણીના થોડા દિવસો પહેલાં જ દેશના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે ઇસ્લામાબાદ દાયકાઓથી આતંકવાદને ટેકો આપવાનું "ગંદુ કામ" કરી રહ્યું છે.
-
-
-
-
-
ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર અંગે ટૂંક સમયમાં થશે જાહેરાત : યુએસ નાણામંત્રી
30-04-2025 | 8:46 am
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર "ખૂબ સારી પ્રગતિ" થઈ છે. આ અંગે ટૂંક સમયમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ભારત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર કરાર અંગે અર્થપૂર્ણ વાતચીત થઈ હતી.
-
ખાસ ભારતીય રાજદૂતે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સહયોગ અને રોકાણની તકો પર ચર્ચા કરી
28-04-2025 | 7:16 pm
બેઠક દરમિયાન વિદેશ મંત્રી મુત્તાકીએ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
-
યમનની રાજધાની પર અમેરિકાના હવાઈ હુમલામાં આઠ લોકોનાં મોત
28-04-2025 | 9:51 am
યમનના હુથી-નિયંત્રિત રાજધાની સના પર તાજેતરના યુએસ હવાઈ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા. હુથી સંચાલિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં આ માહિતી શેર કરી.
-
પહેલગામ આતંકવાદી હુમલો: 'નિષ્પક્ષ તપાસ'ની પાકિસ્તાનની માંગને ચીનનું સમર્થન
28-04-2025 | 3:00 pm
ચીને પહેલગામ આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને સમર્થન આપ્યું છે. પાકિસ્તાન તરફથી પણ આ મુદ્દા પર સતત દલીલો રજૂ કરવામાં આવી રહી છે. તેમની માંગ છે કે તેની તપાસ ભારત-પાકિસ્તાન દ્વારા નહીં પરંતુ ત્રીજા પક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય સમિતિ દ્વારા કરાવવી જોઈએ. 22 એપ્રિલ 2025ના રોજ, પહેલગામની બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિઃશસ્ત્ર લોકો માર્યા ગયા હતા.
-
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર પ્રચંડ વિસ્ફોટ
26-04-2025 | 8:42 pm
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ અને 500થી વધુ ઘાયલ
-
સિંધુ નહેર યોજના સામે પ્રદર્શન તેજઃ 'પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે'
26-04-2025 | 5:00 pm
સિંધુ નહેર યોજના સામે પ્રદર્શન તેજ, 'પ્રોજેક્ટ રદ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે': પ્રદર્શનકારીઓ
-
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી
26-04-2025 | 10:44 am
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. કાઉન્સિલના સભ્યોએ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા, આચરનારા અને ભંડોળ આપનારાઓની જવાબદારી લેવાની હાકલ કરી છે. 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં 26 લોકોના દુઃખદ મોત થયા હતા.
-
ક્વેટામાં IED વિસ્ફોટમાં 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા: BLAનો દાવો
26-04-2025 | 8:42 am
બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટ્ટાના માર્ગટ વિસ્તારમાં 10 પાકિસ્તાની સેનાના સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે.
-
પહેલગામ હુમલો: યુએસ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે કહ્યું, 'અમે પીએમ મોદી અને ભારત સાથે છીએ'
26-04-2025 | 8:26 am
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે શુક્રવારે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો.
-
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવે PM સાથે કરી મુલાકાત, આતંકી હુમલાની કરી નિંદા
23-04-2025 | 10:59 am
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા જેદ્દાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
-
-
ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
21-04-2025 | 6:32 pm
ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. પોપ ફ્રાન્સિસ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.
-
-
-
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી વાન્સ ભારતના પ્રવાસે,આમેર કિલ્લાની મુલાકાત લેશે
20-04-2025 | 11:30 am
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વાન્સ 21 એપ્રિલે ભારત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે જયપુરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.
news archive
15-05-2025
ગુરુવાર
14-05-2025
બુધવાર
13-05-2025
મંગળવાર
12-05-2025
સોમવાર
10-05-2025
શનિવાર