ગુજરાત વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો આજે સુખદ અંત
Live TV
-
ગુજરાત વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો આજે સુખદ અંત આવ્યો હતો. એક તરફ કોંગ્રેસે મુખ્યમંત્રીની વાત સ્વીકારી વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવા સંમતિ દાખવી છે.
ગુજરાત વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો આજે સુખદ અંત આવ્યો હતો. એક તરફ કોંગ્રેસે મુખ્યમંત્રીની વાત સ્વીકારી વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવા સંમતિ દાખવી છે. તો બીજી તરફ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્યોના સસ્પેન્શનની મુદ્દત ટૂંકાવી આ સત્ર પૂરતી સીમિત કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત વિધાનસભામાં આજે તારાંકી પ્રશ્નોત્તરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય સ્વ.દિલીપસિંહજી પ્રતાપસિંહજી દેસાઈ અને સ્વ.રતનજીભાઈ બાબુભાઈ પટેલના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખ અધ્યક્ષ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આજની કાર્યવાહીમાં નિયમ-44 હેઠળ જાહેર અગત્યની બાબત પર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું. આજની વિધાનસભાની કામગીરી દરમિયાન બપોરબાદ સરકારી વિધેયકો રજૂ થનાર છે, જેમાં 2018 ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક 2018 રજીસ્ટ્રેશન - ગુજરાત સુધારો વિધેયક મહેસૂલ મંત્રી કૌશીકભાઈ પટેલ રજૂ કરશે, ત્યારબાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષ 2018નું ગુજરાત ખાનગી યુનિવર્સિટી બીજો સુધારો વિધેયક રજુ કરશે.