Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢના વડાલમાં પુષ્ટિ સંસ્કાર ધામનાં ભૂમિ પૂજનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો

Live TV

X
  • જૂનાગઢ નજીક વડાલ ગામમાં પુષ્ટિ સંસ્કાર ધામનાં ભૂમિ પૂજનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. મોટી હવેલીનાં ગોસ્વામી કિશોરચંદ્ર મહારાજ અને સહઅધ્યક્ષ પીયૂષ બાવાની પ્રેરણાથી, આગામી પાંચ વર્ષમા આશરે 125 કરોડના ખર્ચે સંસ્કાર ધામનું નિર્માણ થશે

    જૂનાગઢ નજીક વડાલ ગામમાં પુષ્ટિ સંસ્કાર ધામનાં ભૂમિ પૂજનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. મોટી હવેલીનાં ગોસ્વામી કિશોરચંદ્ર મહારાજ અને સહઅધ્યક્ષ પીયૂષ બાવાની પ્રેરણાથી, આગામી પાંચ વર્ષમા આશરે 125 કરોડના ખર્ચે સંસ્કાર ધામનું નિર્માણ થશે, જેમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમા ધર્મ અને સંસ્કારનું સિંચન, અને સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી દેવ ભાષાનાં પ્રચાર અને પ્રસારનું કામ કરવામા આવશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું, કે ભારતીય સંસ્કૃતિનાં જતન અને વિકાસમાં વૈષ્ણવ સંપ્રદાયનું મોટું યોગદાન છે. માનવ કલ્યાણની સાથે ગૌશાળાઓ શરૂ કરી ધર્મ ગુરુઓએ સરકારની ઘણી ચિંતા ઓછી કરી નાખી છે. પુષ્ટિ સંસ્કાર ધામની ભૂમિકા અંગે પીયૂષ બાવાએ ભાવિકોને માહિતગાર કરી, સૌરાષ્ટ્રના આંગણે આકાર લઇ, સંસ્કાર ધામનાં નિર્માણ અંગે ખુશી વ્યકત કરી હતી. મોટી સંખ્યામાં સાધુ-સંતોઓ તેમજ સેવકોએ ભૂમિ પૂજન મહોત્સવમાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply