રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વારાણસીની મુલાકાતે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વારાણસી પહોંચ્યા છે, તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત બનારસની યાત્રા કરી રહ્યાં છે. પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેટલીક પરિયોજનાનો શિલાન્યાસ કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વારાણસી પહોંચ્યા છે, તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત બનારસની યાત્રા કરી રહ્યાં છે. પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેટલીક પરિયોજનાનો શિલાન્યાસ કરશે. તેઓ વારાણસીમાં શહેરના પાર્ક અને રસ્તાઓના સુધાર અંગેના પ્રોજેક્ટને પણ લીલીઝંડી આપશે. અહીં તેમને રાજ્યપાલ રામ નાઇકે સંસ્કૃતમાં લખેલા પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ વારાણસીના હનુમના ખંડની નજીક એકસો પચ્ચીસ કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ફોરલેન રાજમાર્ગને પહોળો કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ વિભાગે આ યોજના માટે બે હજાર પાંચસો દસ કરોડનું બજેટ ફાળવ્યું છે.