Skip to main content
Settings Settings for Dark

બીજી ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું

Live TV

X
  • ભારતે પ્રથમ દાવમાં 601/5 દાવ ડિક્લેર કર્યો, જવાબમાં દક્ષિણ આફ્રિકા 275 અને 189 રનમાં ઓલઆઉટ ભારતે. 3 ટેસ્ટની સીરિઝમાં 2-0ની મેળવી અજય લીડ,ઘરઆંગણે સતત 11 સીરિઝ જીતનાર પ્રથમ ટીમ બની,

    ઘરઆંગણે સતત 11 સીરિઝ જીતનાર પ્રથમ ટીમ બની ટિમ ઇન્ડિયા, અગાઉ ઓસ્ટ્રેલિયાએ 1994-2000 અને 2004-2008માં ઘરઆંગણે સતત 10 ટેસ્ટ સીરિઝ જીતી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. વિરાટ કોહલીએ 254* રન કર્યા હતા, જયારે મયંક અગ્રવાલે 108 અને જાડેજાએ 91 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 275 રનમાં ઓલઆઉટ થતાં ભારતે 326 રનની લીડ મેળવી ફોલોઓન કર્યું હતું. બીજા દાવમાં પ્રોટિયાસ 189 રનમાં ઓલઆઉટ થતાં ભારતે ચોથા દિવસે જ મેચ જીતી હતી. સીરિઝની અંતિમ ટેસ્ટ 19 ઓક્ટોબરના રોજ રાંચી ખાતે રમાશે.

    કેશવ મહારાજ અને વર્નોન ફિલેન્ડરની લડત થકી દક્ષિણ આફ્રિકા ભારત સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે પ્રથમ દાવમાં 275 રન કર્યા હતા. 162 રનમાં 8 વિકેટ ગુમાવી ત્યારે પ્રોટિયાસની ચોથા દિવસે હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ મહારાજ અને ફિલેન્ડરે 109 રનની ભાગીદારી કરીને ભારત પાસે 105.4 ઓવર બોલિંગ કરાવી હતી. મહારાજે 72 રન કર્યા હતા, જયારે ફિલેન્ડર 44 રને અણનમ રહ્યો હતો. ભારત માટે અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply