મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનો સમાપન સમારોહ યોજાયો
ભારતીય મજદૂર સંઘ આ મંત્રને લઈને જ અવિરત કાર્ય કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીનો સમાપન સમારોહ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ યોજાયો હતો.મુખ્યમંત્રીએ શ્રમનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે, “હર હાથ કો કામ ઓર હર કામ કા સન્માન” એટલે દરેક કામને સન્માન મળવું જોઈએ. પોતાની ફરજમાં આવતા કાર્યને નિષ્ઠાપૂર્વકથી કરવું જોઈએ.