Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા, બેંકિંગ શેરોમાં ઉછાળો

ભારતીય શેરબજાર મંગળવારે લીલા રંગમાં ખુલ્યું હતું, જેમાં ICICI બેંક અને AXIS બેંક જેવા મુખ્ય બેંકિંગ શેરો અગ્રણી રહ્યા. સવારે 9:23 વાગ્યે, સેન્સેક્સ 152 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 82,359 પર અને નિફ્ટી 38 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 25,129 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી બેંક 0.30 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો

Gujarati

બાબા અમરનાથની 3.21 લાખ શ્રદ્ધાળુઓએ કરી યાત્રા, 3536 યાત્રીઓ પરત ફર્યા

3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાને 19 દિવસ થઈ ગયા છે. 19 દિવસમાં 3.21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શન કર્યા છે. મંગળવારે 3536 શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો જમ્મુથી વેલી માટે રવાના થયો હતો. અધિકારીઓએ કહ્યું કે, યાત્રા સુગમ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને છેલ્લા 19 દિવસમાં 3.21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.

દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પમાં પહોંચે છે

Gujarati

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, શાળાઓ બંધ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ધારાલી અને સક્તોહ નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે, જેના કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાવચેતીના પગલા રૂપે, વહીવટીતંત્રે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ મંગળવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Gujarati

સંસદનું ચોમાસું સત્ર: બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આ બીલ પર ચર્ચા

સંસદના ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ગોવા રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં અનુસુચિત જનજાતિઓના પ્રતિનિધિત્વના પુનઃ ગઠન સંબંધિત વિધેયક રજૂ કરશે. સરકાર પ્રયાસ કરશે કે આ વિધેયક આજે જ પસાર કરવામાં આવે. જયારે રાજ્યસભામાં આજે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ સમુદ્ર માર્ગે માલવહન વિધેયક પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરશે. તે ઉપરાંત બંને ગૃહોમાં અન્ય વિધેયક પર કામકાજ પણ હાથ ધરવામાં આવશે. પ્રશ્નકાળ દરમિયાન અનેક મહત્વના પ્રશ્નો પુછવામાં આવશે.

Gujarati

ભારત-બ્રિટન વચ્ચે FTA પર થશે હસ્તાક્ષર, પ્રધાનમંત્રી મોદીની રહેશે ઉપસ્થિત

ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) પર 24 જુલાઈના રોજ લંડનમાં હસ્તાક્ષર થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે. બંને દેશોએ 6 મેના રોજ વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.

હસ્તાક્ષર થયા બાદ કેટલા સમયમાં અમલ થશે ?

Gujarati

જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું

જગદીપ ધનખડે સોમવારે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ ગણાવી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.

જગદીપ ધનખડે પત્રમાં શું લખ્યું?

Gujarati

કેન્દ્રીય કૃષિ મંત્રીએ ડ્રોન સહિત આધુનિક કૃષિ સાધનોનું પણ કર્યું નિરીક્ષણ

આ દરમિયાન, તેઓ જૂનાગઢના માણેકવાડા ગામમાં મગફળીના ખેતરમાં ગયા અને ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમની પાસેથી માહિતી લીધી. કેન્દ્રીય મંત્રીએ ખેતરમાં ઉતરીને મગફળીનું 'નિંદામણ' પણ કર્યું હતું.ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે, શિવરાજ સિંહ ચૌહાણે મગફળીની સુધારેલી જાતો, બિયારણની ગુણવત્તા, ઉપયોગમાં લેવાતા ખાતરો અને ઉત્પાદન તકનીકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ખેડૂતોએ તેમને મોસમી પડકારો, બજાર ભાવ અને મગફળીની ખેતીમાં સિંચાઈ સંબંધિત સમસ્યાઓથી વાકેફ કર્યા હતા.

Gujarati

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વનની લીધી મુલાકાત

મંત્રીએ આયુર્વેદ અને યોગની થીમ પર બનેલા આ સાંસ્કૃતિક વન  વિશે વિશેષ જાણકારી મેળવી હતી. બાદમાં તેમણે આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોને રસપૂર્વક નિહાળ્યા હતા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, "વટેશ્વર વન જેવા સ્થળો આપણી પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે. રાજ્ય સરકાર આવા સ્થળોના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે.

Gujarati

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘શહેરી વિકાસ વર્ષ 2025’અંતર્ગત મહાનગરપાલિકાની વિવિધ પહેલનો કરાવ્યો શુભારંભ

સાથે જ ‘અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન’,‘પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ’અને ગ્રીન અમદાવાદ માટેની પોલિસીનું વિમોચન કર્યું હતું.. આ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મૂન ટ્રેઈલ –ગ્લૉ ગાર્ડન અને દેશના પ્રથમ સૌરઊર્જા સંચાલિત ઓન-રુટ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું.. આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં રાજ્યમાં સર્વાંગીણ શહેરી વિકાસનો પાયો નાંખ્યો હતો.. આજે બે દાયકા બાદ આપણાં શહેરો માત્ર ગ્રોથ હબ જ નહીં, પરંતુ ગ્રીન હબ તરીકે પણ વિકસી રહ્યા છે..

Gujarati

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન

આ અવસરે GRITની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લૉન્ચિંગ અને GRIT દ્વારા તૈયાર કરાયેલા પોલીસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સનું વિમોચન કર્યું હતું .મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટેની થિંક ટેંક તરીકે GRITની કાર્યપદ્ધતિથી વિકસિત ભારત@2047 માટે ગુજરાત લીડ લેશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply