Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સુરેન્દ્રનગરના કલેક્ટર એકશન મોડમાં,શહેરના બ્રિજની કરી જાત તપાસ

આણંદ જિલ્લાના ગંભીરાની ઘટનાને પગલે સમગ્ર રાજયમાં પુલના નીરીક્ષણોની કાર્યવાહીએ વેગ પકડયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કલેકટર એકશન મોડમાં આવી ગયા છે. શુક્રવારે સવારે કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલે સુરેન્દ્રનગર શહેરના દુધરેજ રેલવે ટ્રેક ઉપરના બ્રીજ, દુધરેજ નર્મદા કેનાલ પરના બ્રીજ, વઢવાણ ભોગાવા નદી પર ગેબનશા સર્કલ પાસેથી ધોળીપોળ જતા બ્રીજ સહિતના પુલની જાત તપાસ કરી હતી. આ ઉપરાંત માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી, મહાનગરપાલીકા, નર્મદા વિભાગ સહિતનાઓને તેમની અંડરમાં આવતા બ્રીજનું ચેકીંગ કરીને ત્રણ દિવસમાં આ અંગેનો રીપોર્ટ આપવા આદેશ જારી કર્યા છે.

Gujarati

જાપાની કોસ્ટ ગાર્ડ જહાજ ઇત્સુકુશિમાએ ચેન્નાઈ બંદરની સફળતાપૂર્વક લીધી મુલાકાત

જાપાની કોસ્ટ ગાર્ડ (JCG) તાલીમ જહાજ ઇત્સુકુશિમાએ તેની વૈશ્વિક દરિયાઈ તાલીમના ભાગ રૂપે 12 જુલાઈ 25 દરમિયાન ચેન્નાઈ બંદરની સફળતાપૂર્વક મુલાકાત લીધી. 50 થી વધુ તાલીમાર્થી અધિકારીઓને લઈને આ જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કામગીરીમાં અનુભવ મેળવવા અને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)અને JCG વચ્ચે સહયોગ વધારવા માટે આ મુલાકાત લીધી હતી. પાંચ દિવસની મુલાકાત દરમિયાન, તાલીમાર્થી અધિકારીઓ અને ક્રૂ સભ્યોને ચેન્નાઈમાં વિવિધ ICG સુવિધાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં તેમને ICGના બહુપક્ષીય કામગીરી પર મૂલ્યવાન સમજ આપવામાં આવી હતી.

Gujarati

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ -3 ,4ના કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન

આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-4 અને વર્ગ-3 ના કર્મચારીઓનુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું હતું.આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે એર ઇન્ડીયા પ્લેન ક્રેશ બનાવ ને એક મહીનો પુરો થયો છે ત્યારે અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવ માં સિવિલ હોસ્પિટલ ના દરેક સ્ટાફે રાત દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી પોતાના ફરજના કલાકોની પરવાહ કર્યા વગર કામ કર્યુ હતુ.

Gujarati

આયુષમાં AIના ઉપયોગ અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં કરવામાં આવી ભારતની પ્રશંસા

તેને એક ઐતિહાસિક અને અગ્રણી પગલું ગણાવ્યું છે. WHO એ તેના પ્રથમ ટેકનિકલ રિપોર્ટ "Mapping the Application of AI in Traditional Medicine" માં ભારતના પ્રયાસોને વૈશ્વિક ધોરણ તરીકે માન્યતા આપી છે. આ અહેવાલ ભારતના પ્રસ્તાવ પર તૈયાર કરવામાં આવ્યો છે અને આયુષ (આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધ, સોવા રિગ્પા અને હોમિયોપેથી) માં ટેકનોલોજીના અસરકારક ઉપયોગ વિશે વિગતવાર સમજાવે છે.

Gujarati

દલાઈ લામા લદ્દાખ પહોંચ્યા, ભક્તો દ્વારા કરાયુ ભવ્ય સ્વાગત

તેમના આગમન પર સમગ્ર પ્રદેશમાં ખૂબ જ ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારો સાધુઓ, સાધ્વીઓ, ભક્તો અને શુભેચ્છકોએ તેમના રોકાણ દરમિયાન એરપોર્ટથી દલાઈ લામાના સત્તાવાર નિવાસસ્થાન શેવત્સેલ ફોદ્રાંગ સુધીના રસ્તાઓ પર લાઇન લગાવી હતી, પરંપરાગત સ્કાર્ફ (ખાટા), ફૂલો અને પ્રાર્થનાઓ અર્પણ કરી હતી.

Gujarati

સારી ખેતી અને ઘટતો ફુગાવો નાણાકીય વર્ષ 26 માં ગ્રામીણ વપરાશ વૃદ્ધિને ટેકો આપશે: રિપોર્ટ

કેરએજ રેટિંગ્સના એક નવા અહેવાલમાં આ વાત પ્રકાશમાં આવી છે. અહેવાલ મુજબ, ખાનગી અંતિમ વપરાશ ખર્ચ ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના લગભગ 60% હિસ્સો ધરાવે છે, તેથી ભારતના એકંદર આર્થિક વિકાસ માટે વપરાશમાં સુધારો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Gujarati

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની 200 અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ

અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને 200 અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. આજદિન સુધીમાં થયેલા કુલ 200 અંગદાન દ્વારા કુલ 659 અંગોનું દાન મળ્યું છે, જે થકી 638 લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે.

Gujarati

રાજ્યના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા મંત્રી બલવંતસિંહ દ્વારા વિવિધ 14 પ્રશ્નોની કરાઇ રજૂઆત

આ પરિષદમાં રાજ્યનાં નાગરિક ઉડ્ડયન મંત્રી  બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા વિવિધ 14 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેના હકારાત્મક નિકાલ માટે કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન દ્વારા સંબધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. 

Gujarati

કેવડિયા ખાતે કેન્દ્રીય યુનિવર્સિટીઓની બે દિવસીય કુલપતિઓની પરિષદનું સમાપન

આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન; માનનીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર; શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

ઉત્તરાખંડના સહકારિતા મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

ત્રિ-દિવસીય ગુજરાત મુલાકાતના અંતિમ દિવસે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આજે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડૉ. ધનસિંઘ રાવત અને તેમના પ્રતિનિધિ મંડળને ગુજરાતના સહકારિતા મોડેલ વિશે વિગતવાર માહિતી આપી હતી.સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીઓને અનુરોધ કર્યો હતો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply