Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આજદિન સુધી થયેલ ડીએનએ મેચના તમામ નશ્વર માનવ અવશેષોની અંતિમ વિધિ સંપન્ન

ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગોની ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે. સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ 26 જેટલા મૃતકોના મોર્ટલ રીમેન્સ (નશ્વર અવશેષો) મળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Gujarati

નવસારી : નેશનલ હાઇવે નં.48 નો ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમે હાથ ધર્યું 

આ ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમે હાથ ધર્યું છે. વરસાદ ઓછો થતાં પેચવર્ક અને જરૂરી રીપેરીંગની કામગીરી વિવિધ એજન્સીઓ દ્વારા કરાઈ છે. એજન્સીઓની કામગીરી બાદ હાઇવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Gujarati

બ્રાઝિલિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ

જ્યારે પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલિયાના બ્રાઝિલિયામાં અલ્વોરાડા પેલેસ પહોંચ્યા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ અલ્વોરાડા પેલેસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ગાર્ડ ઓફ ઓનર પછી, ભારતીય શાસ્ત્રીય ભજન સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.

Gujarati

ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં ભારે વધારો, 2017 થી 145%નો વધારો

સરકારે માહિતી આપી હતી કે 2017માં 5.15 લાખથી વધુ કરદાતાઓ હતા, પરંતુ હવે નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં રાજ્યમાં 12.66 લાખ નોંધાયેલા કરદાતાઓ છે.

GST લાગુ થયા પછી, ગુજરાત કર પાલન, મહેસૂલ વૃદ્ધિ અને ડિજિટલ એકીકરણના સંદર્ભમાં ભારતમાં ટોચનું પ્રદર્શન કરતા રાજ્યોમાંનું એક તરીકે ઉભરી આવ્યું છે.

Gujarati

ગુજરાત મેરીટાઇમ બોર્ડે ગુજરાત માટે ક્રૂઝ શિપિંગ પોલિસી બનાવવા કર્યું વર્કશોપનું આયોજન

આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ 2,340 કિમીના દરિયાકિનારા અને સાબરમતી, નર્મદા જેવી નદીઓના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને રાષ્ટ્રીય ક્રૂઝ એજન્ડાને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે.

Gujarati

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ

તે માટે અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ડામર પેચવર્ક, વેટમિક્સ પેચ, ગટરોની સાફ-સફાઈ જેવી કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

Gujarati

મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ

મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે આ સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા તથા નવી યોજનાઓના ઘડતર અંગે ચર્ચા કરવામાં આવી હતી.મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ બેઠકમાં મીઠાનું ઉત્પાદન કરતા ઉદ્યોગો,અગરિયાઓ સાથે સંકળાયેલ વિવિધ એસોસિએશન અને હિતધારકોની રજૂઆતો સાંભળી વિગતવાર ચર્ચા કરી હતી. આવનારા સમયમાં સકારાત્મક આયોજન હાથ ધરી, અગરિયાઓના ઉત્થાન માટેની સહાય યોજનાઓ દ્વારા અગરિયાઓને  સશક્ત બનાવવા અંગેની કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

Gujarati

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે દમન ગંગા નદી પર પુલનું નિર્માણ પૂર્ણ

આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં આયોજિત 21 નદી પુલોમાંથી આ સોળમો નદી પુલ છે. વલસાડ જિલ્લામાં સ્થિત પાંચેય (05) નદી પુલો હવે પૂર્ણ થઈ ગયા છે. સમગ્ર કોરિડોર પર કુલ 25 નદી પુલો બનાવવામાં આવી રહ્યા છે.વલસાડ જિલ્લામાં એમએએચએસઆર રૂટ લગભગ 56 કિમી લાંબો છે (દાદરા અને નગર હવેલીમાં 4.3 કિમી સહિત) જે જરોલી ગામથી શરૂ થાય છે અને વાઘલદરા ગામ ખાતે સમાપ્ત થાય છે. રૂટમાં વાપી બુલેટ ટ્રેન સ્ટેશન, 350 મીટર લાંબી ટનલ, 05 નદી પુલ અને 01 પીએસસી પુલ (210 મીટર)નો સમાવેશ થાય છે.

Gujarati

અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઇઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે

હવેથી અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઈઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે. જેથી અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Gujarati

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના

રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે SDRFની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply