ન્યાયિક પ્રણાલીને ટેકનોલોજીયુક્ત બનાવવા ગુજરાત સરકારનો હકારાત્મક નિર્ણય
ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ,કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના1200 ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે 1200 ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. 80,000ની કિંમતના ટેબ્લેટ અને રૂ. 20,000ની કિંમતના પ્રિન્ટર આપવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં રૂ.15 કરોડની જોગવાઈ મંજૂર કરી છે. આ નિર્ણયથી ન્યાયિક પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન મળશે.