ડુંગળીનો બજાર ભાવ ઓછો હોવાથી ખેડૂતોને રૂ.200 પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ. 200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ. 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.