પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, પાવાગઢ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગે ભારે પવન અને વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, પાવાગઢ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પાડ્યો હતો.જિલ્લામાં બપોરના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. દિવસભરના ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.ઘોઘંબા જાંબુઘોડામાં પંથકમા ધોધમાર વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી જેમ પાણી વહેતા થયા હતા.વરસાદને લઈ પગથિયાં ઉપર ખળ ખળ વહેતા ઝરણા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.