Skip to main content
Settings Settings for Dark

Live TV

X

છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ

સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે તેમ છતાં લોકો લગ્ન પ્રસંગો માટે ખરીદી કરી રહ્યા છે. જોકે, તેમની ખરીદીની પેટર્ન બદલાઈ છે. 24 કેરેટના બદલે 22 કેરેટ કે 18 કેરેટ સોનાના દાગીના તરફ વળી રહ્યા છે. સોની વેપારીઓનું કહેવું છે કે,સોના-ચાંદીના ભાવ વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે વધઘટ થઈ રહ્યા છે. અને ગ્રામેજની દ્રષ્ટિએ તેમનો વેપાર પણ 50 ટકા ઘટી ગયો છે.

Gujarati

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડી, સ્વચ્છ આકાશને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો

શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ 7 અને પહેલગામમાં માઈનસ 6.2 નોંધાયું હતું.જમ્મુ શહેરમાં રાત્રિનું સૌથી ઓછું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ, કટરા 6.5, બટોટમાં 2.8, બનિહાલમાં માઈનસ 1.1 અને ભદરવાહમાં માઈનસ 2.8 નોંધાયું હતું.હવામાન વિભાગે 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી સામાન્ય રીતે શુષ્ક હવામાનની આગાહી કરી છે.

Gujarati

એર માર્શલ નાગેશ કપૂર ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ બન્યા

એર માર્શલ કપૂરને ડિસેમ્બર 1986 માં ભારતીય વાયુસેનાની ફ્લાઇંગ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની લગભગ ચાર દાયકા લાંબી લશ્કરી કારકિર્દી દરમિયાન, તેમણે વાયુસેનાના અનેક અગ્રણી ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે. તેમણે કામગીરી, તાલીમ અને એરોનોટિકલ સલામતી સંબંધિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન, એર માર્શલ કપૂરે અનેક વ્યૂહાત્મક કમાન્ડ નિમણૂકો સંભાળી છે. તેમને વાયુસેનાના ફાઇટર પ્રવાહમાં સૌથી અનુભવી પાઇલટ્સમાંના એક ગણવામાં આવે છે.

Gujarati

ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના

આ કોર કમિટી અને ટાસ્કફોર્સ રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગરૂકતા કાર્યક્રમો અંગે સમીક્ષા કરીને રોડમેપ રજૂ કરશે.  રાજ્યની 24 કલાક વીજ પુરવઠાની વ્યવસ્થામાં હવે સ્માર્ટ મીટર, સ્માર્ટ ગ્રીડ અને SCADA જેવી આધુનિક પ્રણાલીઓ સામેલ કરવામા આવી હોવાથી, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર હુમલાઓની સંભાવના વધી જાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

Gujarati

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)એ નવો લોગો અને માસ્કોટ કર્યો લોન્ચ

નવો MoSPI લોગો દેશના વિકાસમાં ડેટાના મહત્વ પર ભાર મૂકે છે અને ભારતમાં ડેટા-આધારિત શાસન, પારદર્શિતા અને પ્રગતિને સરળ બનાવવા માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ભારતના સમૃદ્ધ વારસા અને આધુનિક આંકડાકીય વિજ્ઞાનથી પ્રેરિત, આ લોગો મંત્રાલયના "ડેટા ફોર ડેવલપમેન્ટ"ના સંદેશને વ્યક્ત કરે છે.લોગોમાં અશોક ચક્ર સત્ય, પારદર્શિતા અને સુશાસનનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્યમાં રૂપિયાનું પ્રતીક (₹) આર્થિક આયોજન, નીતિનિર્માણ અને રાષ્ટ્રીય વિકાસમાં આંકડાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. સંખ્યાઓ અને પ્રતીકોનો ઉપયોગ આધુનિક ડેટા સિસ્ટમ્સ અને આંકડાકીય વિજ્ઞાનને પ્રતિબિંબિત કરે છે.

Gujarati

ભારતીય રેલવેની મોટી સિદ્ધિ: 180 કિમીની ઝડપે વંદે ભારત સ્લીપર ટ્રેનનું હાઈ-સ્પીડ ટ્રાયલ સફળ

રેલવે મંત્રી  અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ ટ્રાયલનો એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં સૌથી આકર્ષક બાબત 'વોટર-ગ્લાસ સ્ટેબિલિટી ટેસ્ટ' રહી હતી. 180 કિમીની પ્રચંડ ગતિએ પણ ટ્રેનની અંદર રાખેલો પાણીનો ગ્લાસ જરા પણ છલકાયા વગર સ્થિર રહ્યો હતો, જે ટ્રેનની શ્રેષ્ઠ સસ્પેન્શન સિસ્ટમ અને રાઇડ ગુણવત્તાનો પુરાવો આપે છે.

Gujarati

ભારત-માલદીવ દ્વિપક્ષીય વેપાર છેલ્લા આઠ વર્ષમાં ત્રણ ગણો વધ્યો

માલદીવ્સ ઇનસાઇટ ન્યૂઝ પોર્ટલમાં પ્રકાશિત એક લેખ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની માલદીવ મુલાકાત બાદ ભારત-માલદીવ સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે, જે દરમિયાન આઠ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારોમાં દેવા રાહતનો સમાવેશ થાય છે, જે માલદીવના વાર્ષિક દેવાની ચુકવણીના બોજને 40 ટકા ઘટાડશે. આમાં માળખાગત સુવિધાઓ માટે $565 મિલિયનની ક્રેડિટ લાઇન, UPI-રૂપે એકીકરણ, મત્સ્યઉદ્યોગ સહયોગ, ગૃહ પ્રોજેક્ટ્સ, સુરક્ષા સહાય, આબોહવા પરિવર્તન સામે લડવા માટેના પગલાં અને મુક્ત વેપાર કરાર (FTA) અને રોકાણ સંધિ વાટાઘાટોને આગળ વધારવાનો સમાવેશ થાય છે.

Gujarati

BSNLએ બધા સર્કલમાં રાષ્ટ્રવ્યાપી વોઇસ ઓવર વાઇ-ફાઇ સેવાઓ કરી શરૂ

આ અદ્યતન સેવા હવે દેશના દરેક ટેલિકોમ સર્કલમાં બધા BSNL ગ્રાહકો માટે ઉપલબ્ધ છે, જે પડકારજનક વાતાવરણમાં પણ સીમલેસ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.સંદેશાવ્યવહાર મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ સેવા હવે દેશના તમામ ટેલિકોમ સર્કલમાં BSNL ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. VoWi-Fi ગ્રાહકોને Wi-Fi નેટવર્ક્સ પર વોઇસ કોલ અને સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે, જે ઘરો, ઓફિસો, બેઝમેન્ટ અને દૂરસ્થ સ્થાનો જેવા નબળા મોબાઇલ સિગ્નલવાળા વિસ્તારોમાં સ્પષ્ટ અને વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામમાં 497 કરોડના વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે ઓવરબ્રિજ અને ભવનો સહિત કુલ 497 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે દેશનો મહત્વનો SIR અને ઓટો હબ બની ગયો છે.છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારમાં ₹488 કરોડના રસ્તા અને બ્રિજના કામો પૂર્ણ થયા છે. નવા પ્રોજેક્ટ્સથી પરિવહન ઝડપી બનશે અને ઈંધણની બચત થશે.રૈયાપુર ખાતે ₹91 કરોડના ખર્ચે બનનારા રેલવે ઓવરબ્રિજથી કોકતા ફાટક પરની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થશે.

Gujarati

દેશમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે,તમારી ટિકિટ ખરીદો : અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે મજાકમાં કહ્યું, "તમારી બુલેટ ટ્રેનની ટિકિટ હમણાં જ ખરીદો, ટ્રેન આવતા વર્ષે આવશે." તેમણે સ્પષ્ટતા કરી કે સરકાર નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે.પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, રેલ્વે મંત્રીએ એમ પણ કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંપૂર્ણ પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. તેનો પ્રથમ રૂટ ગુવાહાટી-કોલકાતા રાખવાનો પ્રસ્તાવ છે. આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રૂટ પર પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. આ રેલ્વે માટે એક મોટો સીમાચિહ્ન છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-09-2026 Max Temp : °C Min Temp : °C
apply