Skip to main content
Settings Settings for Dark

Live TV

X

લીડ્સ ટેસ્ટનો પાંચમો દિવસ, ભારતનો ઇંગ્લેન્ડને 371 રનનો લક્ષ્યાંક

ઇંગ્લેન્ડમાં લીડ્સના હેડિંગ્લે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એડિસન-તેંડૂલકર ટ્રોફી માટેની પ્રથમ ટેસ્ટ મેચમાં મુકાબલો રોમાંચક બની ચુક્યો છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસે રમત પુરી થતા ઇંગ્લેન્ડે બીજી ઇંનિંગમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ જીતથી 350 રન દૂર છે. જેક ક્રોલી 12 અને બેન ડકેટ 9 રન પર અણનમ છે. આજના દિવસની રમત બપોરે સાડાત્રણ વાગ્યાથી શરૂ થશે. આ પહેલાં ભારતની બીજી ઇનિંગમાં કે.એલ.રાહુલે 137 રન અને ઋષભ પંતે 118 રન બનાવીને સદી ફટકારી હતી.

ભારતની કેવી રહી ઇનિંગ ?

Gujarati

છેલ્લા 24 કલાકમાં 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ; તાપીની શાળાઓમાં રજા

ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. રાજયમાં  છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો કામરેજમાં 10.7, પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે.  સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે સવારની શાળાઓ બંધ રાખવામાં આવી છે, તો હવામાન વિભાગે આજે રાજયમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.

Gujarati

ટ્રમ્પનો ઇરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો દાવો, ઇરાને કહ્યું: હજી સુધી કોઈ સમજૂતી થઈ નથી

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પુર્ણવિરામ મુકાય તેવા સંકેત છે. અમેરિકી  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇ રાતે બંને દેશો વચ્ચે સીઝફાયર મુદ્દે સહમતી સંધાઈ હોવાની જાહેરાત  કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોસિયલ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પુર્ણ સીઝફાયરને મુદ્દે સૈધાંતિક સહમતી સંધાઈ ચુકી છે. ટ્રમ્પે સૌને તે બદલ અભિનંદન આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું  કે, છ કલાકની અંદર પુર્ણ અને સમગ્ર શસ્સ્રવિરામનો  અમલ શરૂ થઇ જશે .આરંભિક 12 કલાક સુધી ઇરાન સંઘર્ષ વિરામનું પાલન કરશે. તે પછી ઇઝરાયલ પાલન કરશે. 24  કલાક પછી આ સંઘર્ષ સમાપ્ત માનવામાં આવશે.

Gujarati

ઈરાને ઈરાક અને કતાર પર હુમલો કર્યો, કતારે કહ્યું: જવાબ આપવાનો અધિકાર અનામત

ઈરાને સોમવારે ઈરાક અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર છ મિસાઈલો છોડી, જેનાથી ઈઝરાયલ સાથેનો તેમનો સંઘર્ષ વધુ વધ્યો. આ હુમલાઓ રવિવારે વહેલી સવારે તેહરાન પર અમેરિકાના હુમલાના બદલામાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, કતારે જાહેરાત કરી કે તે ઈરાની હુમલાનો સીધો જવાબ આપવાનો અધિકાર પણ અનામત રાખે છે. 

અમે આ હુમલાને સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદા અને UN ચાર્ટરનું ઘોર ઉલ્લંઘન માનીએ છીએ: કતાર

Gujarati

ઓપરેશન સિંધુ: ઇઝરાયલથી ભારતીયોની સુરક્ષિત વતન વાપસી

ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે 'ઓપરેશન સિંધુ' શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, ઈરાન અને ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવવામાં આવી રહ્યા છે. 

ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા

Gujarati

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 10 જળાશયો સંપૂર્ણ ભરાયા

ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ  એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે  100 ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત  29 જળાશયો  70 થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

Gujarati

ગુજરાતમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’માટે 122 વાહનો ફાળવવામાં આવ્યા

જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ 2024 -25 માં જળ સંપત્તિ વિભાગની યાંત્રિક પાંખ દ્વારા રૂ. 18.61  કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રકારની મશિનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી છે.

Gujarati

કડીમાં ખિલ્યું કમળ, વિસાવદરમાં ઇટાલિયાને ઈનામ

કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મત ગણતરીના અંતિમ તબક્કા બાદ કડીની પેટાચૂંટણીમાં કમળ ખિલ્યું છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 39,047 મતથી વિજયી થયા છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાની હાર થઈ છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ રામધૂન અને ભજન ગાઇને ખુશી વ્યક્ત કરી છે. વિસાવદર ચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત સુનિશ્ચિત કરી છે.  વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ , કોંગ્રેસના નીતિન રાણપરિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જેમાં અંતે AAPના ગોપાલ ઇટલીયાએ જીત સુનિશ્ચિત કરી છે. 

Gujarati

સુરતમાં જળબંબાકારની સ્થિતિ, બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર બન્યું છે. અનરાધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવાર પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે તે માટે સૂચનાઓ આપી છે. અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. 

આગામી સાત દિવસ વરસાદની આગાહી

Gujarati

ઓલિમ્પિક મેડલ વિજેતા લલિત ઉપાધ્યાયની આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ

હોકીમાં ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીતનારા લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરતા લલિત ઉપાધ્યાયે લખ્યું કે, "હું આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. આ સફર એક નાના ગામથી શરૂ થઈ હતી, જ્યાં મર્યાદિત સંસાધનો હતા પરંતુ સપનાઓ અમર્યાદિત હતા. સ્ટિંગ ઓપરેશનનો સામનો કરવાથી લઈને ઓલિમ્પિક પોડિયમ પર ઉભા રહેવા સુધી, એક વાર નહીં, પરંતુ બે વાર; તે પડકારો, વિકાસ અને અવિસ્મરણીય ગૌરવથી ભરેલો રસ્તો રહ્યો છે."

લલિત ઉપાધ્યાયનું આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply