ભારત-EFTA વેપાર કરાર લાગુ: 100 અબજ ડૉલરનું રોકાણ અને 10 લાખ નોકરીઓની તક
આ સમજૂતીથી ભારતને આગામી કેટલાક વર્ષોમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ મળશે અને લગભગ ૧૦ લાખ પ્રત્યક્ષ નોકરીઓનું સર્જન થશે. આ સાથે જ ભારત અને યુરોપ વચ્ચેની વેપારી ભાગીદારી વધુ મજબૂત બનશે.
EFTA માં ચાર દેશો – સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેન્સ્ટેઇન – શામેલ છે. આ કરાર લાગુ થયા બાદ ભારત અને આ દેશો વચ્ચે વેપાર કરવો સરળ બનશે.
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનું સંબોધન
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આ ભારતનો પહેલો એવો વેપાર કરાર છે, જેમાં રોકાણની પ્રતિબદ્ધતા પણ શામેલ છે. તેનો હેતુ ભાગીદાર દેશો વચ્ચે હિતોનું સંતુલન અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનો છે.