ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો, 18 દિવસમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું
દિલ્હીઃ
દિલ્હીઃ
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) અંતર્ગત ૮ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોન્ચ કર્યા.
તાજેતરના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પોષણ અને યોગ્ય પોષકતત્વોના મહત્વ વિશે વાત કરી હતી. ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના (PMBJP)’નાં આ ઉત્પાદનો એ સમાન લક્ષ્ય પ્રાપ્ત કરવાના ભાગરૂપ છે.
રાજકોટમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે CM ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કોવિડ-19 હોસ્પિટલમાં ખાસ કરીને બાળ દર્દીઓની વિગતો મેળવી હતી. અહીં હાલ 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળક ઓક્સિજન પર છે. મુખ્યમંત્રીએ સિનિયર તબીબોને દિવસમાં બે વખત આઈસીયુમાં મુલાકાત લેવા સુચના આપી હતી. સાથે જ મુખ્યમંત્રીએ તબીબોને ટકોર કરતા કહ્યું હતું કે, ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જવા જોઈએ. મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડ મારફતે હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દીઓ, ડોક્ટર્સ, નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.
ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના પાર્થિવ દેહને રાજધાની દિલ્હી ખાતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. લોધી રોડ ખાતેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર આપવામાં આવતાં તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના માનમાં દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિના રાજાજી માર્ગ પરના સરકારી નિવાસે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.
આજે JEE પરીક્ષામાં આર્કિટેક્ચર & પ્લાનિંગનું પહેલું પેપર છે, સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દરેક પરીક્ષાર્થી માસ્ક, સેનીટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણીનો વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ ચિંતત હતા કે પરીક્ષાનું આયોજન જો નહીં થઈ શકે તો આગળનો અભ્યાસ કેવી રીતે શરું થશે, પરંતુ હવે પરીક્ષા લેવાઈ છે તો નવા દ્વારા ખુલ્યા છે, વિદ્યાર્થીઓમાં એક નવી આશાનો સંચાર થયો છે કે હવે વર્ષ નહીં બગડે અને આગળ અભ્યાસ પણ શરું થશે.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાત માર્ગ પરિવહન નિગમના તમામ તથા ફિક્સ પગાર પર કામ કરતાં 12,692 કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકાર તરફથી જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.ના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆત કરવામાં આવી હતી તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેને પગલે એસટી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને તેનો ફાયદો મળશે
નરેન્દ્ર મોદીના 30મી મેના યોજાનાર શપથ સમારોહ માટે અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે..વિદેશ મંત્રાલયના જણાવ્યું અનુસાર બિમ્સ્ટેકના દેશોના પ્રમુખોને શપથ સમારોહમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ માટે નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા,મ્યાંમાર અને થાઇલેન્ડના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે..તો આ તરફ મોરેશિયસના પ્રધાનમંત્રીને પણ શપથ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..
રાજ્યમાં ચાલી રહેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિવિધ ગામોમાં તળાવો ઊંડા કરવાના કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તળાવો ઊંડા કરવાના કારણે 1500 ઘનમીટર માટી નીકળશે જેનો ઉપયોગ જનહિતાર્થે કરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના હેઠળ થનારા કામો પૈકી ભાવનગરમાં 518 કામો થશે. જિલ્લાના તળાવો, ચેકડેમ, વનતલાવડીમાં જન સંગ્રહની ક્ષમતા વધારવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે. રાબાની કાંસનું તળાવ ઊડું ઊતારવામાં આવી રહ્યું છે, જે પૈકી આશરે 24.96 લાખના ખર્ચે આ કામ પૂર્ણ કરાશે.
જે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાં ભણાવવાનો મોહ રાખતા હોય તેમની દિશા સરકારી શાળાના અભ્યાસ તરફ દિશા સૂચવતો પરિવાર મોરબીના ભરતભાઈ પંચોલીનો છે. ભરતભાઈએ પોતે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો અને તેમના દીકરા સત્યેને પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરીને તાજેતરમાં ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં 81. 24 ટકા સાથે 93.21 પીઆર અને ગુજકેટમાં 95. 30 પીઆર મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સત્યેને જણાવ્યું હતું કે ખાનગી શાળાની મસમોટી ફી ભરવાને બદલે સરકારી શાળામાં માત્ર રૂપિયા 240 ફી અને નજીવા ખર્ચમાં તેણે ગુણવત્તાસભર અભ્યાસ કર્યો છે.