ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય: કપાસની ટેકાના ભાવે ખરીદી માટે મંત્રી રાઘવજી પટેલે CCI સાથે બેઠક યોજી
મંત્રીએ દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા માટે CCIને સૂચન કર્યું હતું, જેથી વધુ ખેડૂતો સરળતાથી કપાસનું વેચાણ કરી શકે.હાલ કપાસના બજારભાવ ટેકાના ભાવ (રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલ) કરતાં રૂ. 800 થી રૂ. 1000 પ્રતિ ક્વિન્ટલ જેટલા ઓછા છે. તેથી, મહત્તમ ખેડૂતો નોંધણી કરાવે તે માટે રજિસ્ટ્રેશનની તારીખ (31 ઓક્ટોબર) લંબાવવા મંત્રીશ્રીએ ભલામણ કરી હતી.