Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ બીજા નોરતે કેસરિયા ગરબાના આંગણે પધાર્યા

નવરાત્રીના પાવન પર્વના બીજા દિવસે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ગામઠી થીમ સાથે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સૈન્યની શૌર્યગાથા ‘ઓપરેશન સિંદૂર‘ની સફળતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા ‘વોકલ ફોર લોકલ‘ના વિચારને કેન્દ્રસ્થાને રાખી આયોજિત કેસરિયા ગરબાના આંગણે પધાર્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ આશિષકુમાર દવે, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલ, પૂર્વ ધાર

Gujarati

ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે બેઠકમાં સહભાગી થઇ ભારત સરકાર સમક્ષ ગુજરાતના સૂચનો-મંતવ્યો કર્યા રજૂ

આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, પશુપાલન વિભાગના સચિવ  સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. ભારતને વર્ષ 2047સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં દેશના પશુપાલન અને ડેરી ક્ષેત્રનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે દેશના પશુપાલન ક્ષેત્ર માટે વ્યાપક કાયદાકીય, નીતિગત, સંસ્થાકીય અને પ્રક્રિયાત્મક સુધારણાની વ્યૂહરચનાઓ તેમજ ભારત સરકારની હાલની યોજનાઓમાં ફેરફાર કરવા અંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાજ્યના પશુપાલન મંત્રીઓ સાથે આ ઉચ્ચ સ્તરીય પરામર્શ બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું.

Gujarati

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૂચના આપી છે.

કાયદો અને વ્યવસ્થા

નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને મજબૂત વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે, ૧૬ વધારાની એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

મહિલા સુરક્ષા

Gujarati

તા. 22 સપ્ટેમ્બરે PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ

આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય - આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G- કેટેગરી)” નો શુભારંભ થયો છે. 
જેના પગલે રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ રૂ. 10 લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 303.5 કરોડનો ખર્ચ થશે. અત્રે નોધનીય છે કે, વર્ષ 2018 થી વર્ષ 2025 સુધીમાં કુલ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. જેમાં કુલ 51.27 લાખ દાવાઓ માટે કુલ રૂ. 13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. 

Gujarati

ખેલ મહાકુંભ બની ગેમ ચેન્જર, 26 લાખથી વધુ મહિલાઓનું રજિસ્ટ્રેશન

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હવે ભારતના પ્રધાન તરીકે તેમણે સામાજિક, શૈક્ષણિક, રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે. આમાં રમતગમત ક્ષેત્ર પણ બાકાત નથી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તરીકે તેમણે શરૂ કરેલી ખેલ મહાકુંભની પહેલ અને એ તર્જ પર રાષ્ટ્રીય સ્તરે લૉન્ચ થયેલા ખેલો ઇન્ડિયા કાર્યક્રમના પરિણામે દેશની મહિલા ખેલાડીઓની પ્રતિભા ખીલી છે અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.

Gujarati

દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ

આ યોજના હેઠળ એક જ દિવસમાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના ઓડ ગામના 41 પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી (હક) આપીને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવવા માટે 100 ચોરસ વારના પ્લોટ વિનામૂલ્યે આપવાનો છે. 

Gujarati

સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી - સ્વદેશી અપનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાન એ દેશના લોકોના પૈસાની બચત, થાય લોકો ઉમંગ ઉત્સવથી તહેવારો ઉજવે અને જી.એસ.ટી. રિફોર્મ્સના લાભથી લોકોની સમૃદ્ધિ તથા વૈભવ વધે અને જીવન ધોરણમાં સુધારો થાય તેવો ઉદાત્તભાવ નેક્સ્ટ જેન જી.એસ.ટી. ફોર્મ્સમાં રાખ્યો છે. 

Gujarati

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર”, “રાષ્ટ્રીય પોષણ માસ” અને “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ના ત્રિવેણી સંગમ થકી નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સરકાર પ્રયત્નશીલ

જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદના મહત્વ, સર્વાંગી સ્વાસ્થ્ય અને તેની સુસંગતતા વિશે જાગૃતિ લાવવા દર વર્ષે તા. 23 સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ઉજવવામાં આવે છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સ્ત્રી અને બાળ રોગ, વયોવૃદ્ધ અવસ્થા સંબંધિત રોગ, જીવનશૈલી સંબંધિત રોગોના કાયમી નિદાન માટે રાજ્યભરમાં અંદાજે 8 હજાર કરતાં વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે.  

Gujarati

Technology Enhanced Anaesthesia Care ની થીમ સાથે ત્રિ-દિવસીય કોન્ફરન્સનું આયોજન

આયુષ્યમાન ભારત કાર્ડ નાગરિકો માટે આશીર્વાદ બની છે. આ યોજનાથી નાગરિકોને આરોગ્યની સવલત મળી રહે છે જેનાથી નાગરિકો સુખમય જીવન જીવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

Gujarati

અમદાવાદમાં રોડપેચ વર્કની કામગીરી કરાઈ શરૂ

આ પહેલનો મુખ્ય હેતુ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને ઝડપથી સમારકામ કરીને નાગરિકો માટે સુગમ અને સુરક્ષિત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે.હાલમાં ધોળકા, દસક્રોઇ, સાણંદ, બાવળા, વિરમગામ, માંડલ, દેત્રોજ, ધંધુકા અને ધોલેરા તાલુકામાં ડામર પેચ વર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-09-2026 Max Temp : °C Min Temp : °C
apply