ભારતીય ધ્વજ સંહિતા અને રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ અંતર્ગત નાગરિકોએ રાષ્ટ્રધ્વજના સન્માન અંગે વધુ ચૂસ્ત પાલન કરવાનું રહેશે
નાગરિકોએ રાષ્ટ્રધ્વજ માટે એક સાર્વભૌમિક લાગણી તથા વફાદારી રાખવી જોઈએ. રાષ્ટ્રધ્વજના પ્રદર્શન પર લાગુ થતાં કાયદાઓ, પ્રથાઓ તેમજ પરંપરાઓ અંગે પ્રજાની સાથે-સાથે કેન્દ્ર - રાજ્ય સરકારના સંગઠનો-એજન્સીઓમાં પણ વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શિકા જાહેર કરીને ગૃહ મંત્રાલય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે.