Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 400 ટન ખાદ્ય સામગ્રી અને 70 ટન દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને પંજાબના પૂર અસરગ્રસ્તો માટે કરી રવાના

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની, 10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.

Gujarati

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં શહેરી વિકાસને વેગ

સુરત શહેરમાં 'ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 61'ને માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે.

Gujarati

“માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા 25 વર્ષથી માઈભક્તોની કરી રહ્યા છે અવિરત સેવા યાત્રા

ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવાનોનો એક સંઘ વર્ષ 1995 થી દરવર્ષે વેડાથી અંબાજીની પદયાત્રા પર જતો હતો. પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના 8 કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઢોળાવવાળા રસ્તા પર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું. આ પરિસ્થિતિ જોઈને વર્ષ 1999માં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી, એટલે કે વર્ષ 2000થી, તેઓ આ રસ્તા પર યાત્રાળુઓ માટે પીવાના પાણીનો સેવા કેમ્પ શરૂ કરશે.

Gujarati

મીનેશ વાળંદ દ્વારા ભણાવાયેલી વિદ્યાર્થીનીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની

આ અસાધારણ શિક્ષકે ધોરણ 8 પાસ કરેલી 50થી વધુ દીકરીઓને આદર્શ નિવાસી શાળા-સેક્ટર 13, ગાંધીનગર ખાતે પ્રવેશ અપાવ્યો હતો. આ દીકરીઓના અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી પણ તેમણે ઉપાડી હતી. જેના પરિણામ સ્વરૂપે આજે આમાંથી મોટાભાગની વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ જેવા અભ્યાસક્રમો પૂર્ણ કરીને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વ્યવસાય મેળવી આત્મનિર્ભર બની છે.

Gujarati

‘આદિ કર્મયોગી અભિયાન’એ દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન :મંત્રી ડૉ. કુબેર ડિંડોર

આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગાંધીનગરથી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે, જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે.

Gujarati

'સેમિકોન ઇન્ડિયા 2025' વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત સ્થિરતાનું પ્રતીક : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

રાષ્ટ્રીય રાજધાનીમાં યશોભૂમિ ખાતે 'સેમિકોન ઇન્ડિયા 2025' ના ઉદ્ઘાટન પ્રસંગે, કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વૈશ્વિક ઉદ્યોગ નેતાઓને ભારતમાં રોકાણ કરવા વિનંતી કરી અને એ વાત પર પ્રકાશ પાડ્યો કે દેશના સેમિકોન્ડક્ટર મિશનને પારદર્શક અને વ્યાવસાયિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

અમે સેમિકોન્ડક્ટર મિશનને પારદર્શક અને વ્યાવસાયિક રીતે સંચાલિત કર્યું

Gujarati

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 21મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત

રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Gujarati

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઘણા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

3 સપ્ટેમ્બર: નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દીવ અને દાદરા અને નગર હવેલી માટે યલો એલર્ટ છે.

Gujarati

ટ્રમ્પની ભારત નીતિની અમેરિકી નિષ્ણાતની તીવ્ર ટીકા, તેને 'મોટી ભૂલ' ગણાવી

મિયરશેઇમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે "આ અમારા તરફથી એક મોટી ભૂલ છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ અહીં શું થઈ રહ્યું છે? આ ગૌણ ટેરિફ ભારત સાથે કામ કરશે નહીં. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રશિયાથી તેલ આયાત કરવાનું બંધ કરશે નહીં. ભારતીયો ઝૂકવાના નથી." ભારત-અમેરિકાના સંબંધો 'ઝેરી' બન્યા

Gujarati

રાષ્ટ્રીય પોષણ સપ્તાહ: ડોક્ટરોની સલાહ, સ્વાદ કરતાં સ્વાસ્થ્ય પર કરો વધુ ધ્યાન કેન્દ્રિત

દરમિયાન, ડૉ. એમ.કે. દિક્ષિતે જણાવ્યું હતું કે આજકાલ બાળકો કાં તો નબળા પડી રહ્યા છે અથવા સ્થૂળતાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે તેઓ મોટે ભાગે જંક ફૂડ અને બહારનો ખોરાક પસંદ કરે છે. તેમણે જણાવ્યું હતું કે લગભગ તમામ જરૂરી પોષક તત્વો દાળ, ભાત, શાકભાજી અને રોટલી જેવા પરંપરાગત ખોરાકમાં જોવા મળે છે. જો તેની સાથે મોસમી ફળો અને સલાડનો પણ સમાવેશ કરવામાં આવે તો ખોરાક સંતુલિત બને છે. ડૉ. દિક્ષિતે કહ્યું કે સ્વાદ કરતાં સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે અને ઘરે બનાવેલા ખોરાકને દૈનિક આહારનો ભાગ બનાવવો જોઈએ.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
apply