IPLની 54મી મેચમાં પંજાબે લખનઉને 37 રનથી હરાવ્યું, અર્શદીપે ઝડપી 3 વિકેટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની ધર્મશાલામાં યોજાયેલી 54મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ લખનઉની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગની મદદથી લખનઉને 237 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, લખનઉની ટીમ 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 199 રન જ બનાવી શકી હતી.
કેવી રહી લખનઉની ઇનિંગ ?