Skip to main content
Settings Settings for Dark

Live TV

X

IPL: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત અને સૂર્યાની શાનદાર ઇનિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચમાં મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેન્નાઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈએ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીના આધારે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના આધારે 16મી ઓવરમાં જ લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 9 વિકેટથી જીતી લીધી.

કેવી રહી મુંબઈની બેટિંગ ?

Gujarati

રાજકોટ - ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયાવહ અકસ્માત, 4ના મોત-3 ઘાયલ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અકસ્માતના બનાવમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર-ભુપગઢ ગામ પાસે અલ્ટો કારમાં સવાર આઠ કૌટુંબિક પૈકી માતા - પુત્રી સહિત ચાર જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હોવાનું છતું થયું છે.

શું છે અકસ્માતની સંપૂર્ણ માહિતી ? 

Gujarati

ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું, બટલર 97 રન સાથે અણનમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાઇ હતી. જ્યાં ગુજરાતને જીતવા માટે દિલ્હીએ 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ગુજરાત તરફથી જોસ બટલરે અણનમ 97 રન બનાવ્યા હતા.

Gujarati

ભારતે બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યાની નિંદા કરી, જાણો શું કહ્યું

ભારતે શનિવારે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે તેને દેશની વચગાળાની સરકાર હેઠળ લઘુમતીઓના "વ્યવસ્થિત ઉત્પીડનની પેટર્ન" ના ભાગ તરીકે ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી જૂથો સામે લક્ષિત હિંસાના ખતરનાક વલણને પ્રતિબિંબિત કરે છે.

પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું ?

Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 22 અને 23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. તેમને આ મુલાકાત માટે ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. 2016 અને 2019 પછી વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત હશે. વર્ષ 2023માં, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમણે G20 સમિટમાં હાજરી આપી હતી અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.

Gujarati

IPL 2025: DCએ GTને 204 રનનો આપ્યો ટાર્ગેટ, આશુતોષ-અક્ષરે રાખ્યો રંગ

ગુજરાત ટાઇટન્સ (GT) આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના 35મા મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમી રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી તરફથી અક્ષર પટેલે 39 રન બનાવ્યા. જ્યારે આશુતોષ શર્માએ 37 રનની ઇનિંગ રમી. જ્યારે ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી હતી. વર્તમાન IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. દિલ્હીએ છ મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. ગુજરાત ટાઇટન્સે પણ 6 મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે.

દિલ્હી કેપિટલ્સ કેવું પ્રદર્શન કર્યું ?

Gujarati

'વિશ્વ લીવર દિવસે' અમદાવાદ સિવિલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો-આંખોનું દાન

'વિશ્વ લીવર દિવસ' નિમિત્તે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 188મા અંગદાતા થકી લીવર, બે કિડની અને બંને આંખોનું દાન મળ્યું છે. ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સિવિલમાં સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું હતું. 

Gujarati

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમનાથ મહાદેવ સમક્ષ રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકોના કુશળક્ષેમ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારીએ તેમને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કર્યું. સાથે જ તેમને પ્રસાદ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને શું કહ્યું ?

Gujarati

'લોક સેવા દિવસ' નિમિત્તે PM મોદી કાર્યક્રમને કરશે સંબોધિત, અધિકારીઓનું થશે સન્માન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં લોક સેવા દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓને લોક વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો એનાયત કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા લોક સેવા દિવસ નિમિત્તે લોક સેવકોને સંબોધિત કરશે. ભારત સરકાર દર વર્ષે 21 એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવે છે.

Gujarati

GT vs DC: IPLની 35મી મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને લીધી બોલિંગ

ગુજરાત ટાઇટન્સ (GT) આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના 35મા મેચમા દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વર્તમાન IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. દિલ્હીએ છ મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. ગુજરાત ટાઇટન્સે પણ છ મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply