મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાઓના સમારકામનું કર્યું સતત મોનીટરીંગ
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે કેટલાક રોડ, રસ્તા, પુલ અને અન્ય માળખાકિય સુવિધાઓને નુકસાન થયું છે. જેના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગ-મકાન અને અન્ય સંબંધિત વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને રાજ્યની 12 મહાનગરપાલિકા વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં યુદ્ધના ધોરણે સમારકામના કાર્યો ચાલી રહ્યા છે.